દુર્ઘટના/ ભાવનગર ખાતે ઇલેક્ટ્રીક શોક લાગતા માતા-પુત્રનું કરૂણ મોત

ઘરમાં લગાવવામાં આવેલા સીલિંગ ફેનમાથી ઘરમાં વીજ કરંટ ફેલાયો હતો. અને માતા આ કરંટની ઝપેટમાં આવી હતી. તેને છોડાવવા જતાં પુત્ર પણ કરંટની ઝપેટમાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
bhavanagar ભાવનગર ખાતે ઇલેક્ટ્રીક શોક લાગતા માતા-પુત્રનું કરૂણ મોત
  • ભાવનગરઃ ઇલેક્ટ્રીક શોક લાગતા માતા પુત્રનું મોત
  • શહેરના ભરતનગર વિસ્તારમાં બની ઘટના
  • સીલીંગ ફેનને કારણે મકાનમાં શરૂ થયો હતો કરંટ
  • માતાને કરંટ લાગતા તેમને બચાવા જતા બની ઘટના
  • માતાને બચાવવા જતા પુત્રને પણ લાગ્યો કરંટ
  • બંનેને સારવાર માટે લઈ જવાયા હતા હોસ્પિટલ
  • જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતા માતા-પુત્રના કરૂણ મોત નિપજ્યાં હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભરતનગર વિસ્તારના યોગેશ્વરનગર  ખાતે રહેતા માતા-પુત્રનું કરંટ લાગતાં મોત નીપજયું હતું. રાત્રે આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં ઘરમાં લગાવવામાં આવેલા સીલિંગ ફેનમાથી ઘરમાં વીજ કરંટ ફેલાયો હતો. અને માતા આ કરંટની ઝપેટમાં આવી હતી. તેને છોડાવવા જતાં પુત્ર પણ કરંટની ઝપેટમાં આવ્યો હતો.  બંને ને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  જયાં ફરજ પરના ડોક્ટરે બંને ને મૃત  જાહેર કર્યા હતા.

નોધનીય છે કે 65 વર્ષીય અમરીબહેન કાનાભાઈ પરમાર ઘરમાં દાદરો ઉતરી રહ્યા હતા. ત્યારે એકાએક ઈલેક્ટ્રીક શોક સર્કિટ થયો હતો. અને તેઓને શોક લાગ્યો હતો. માતાને દાદરા પર ઇલેક્ટ્રિક શોક લાગતા જોઇને તેમના પુત્ર પ્રવીણભાઈ કાનાભાઈ પરમાર (ઉ. આશરે 40)  તેમને બચાવવા દાદરો ચડવા લાગ્યા અને તેમણે પણ વીજ કરંટ લાગ્યો હતો. અને બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. માતાપુત્રના એક સાથે મોતથી પરિવારજનોમાં ભારે શોક ની લાગણી ફેલાઈ છે.

pitrupaksh / ભટકતી આત્માઓને આ કુંડથી મળે છે મોક્ષ!