Ahmedabad News/ સાબરમતી નદીમાં માતા-પુત્રએ ઝંપલાવ્યું, બંનેના મૃતદેહ મળ્યા

માતા-પુત્ર (Mother and Son) એ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

Gujarat Ahmedabad
Mother and Son

Ahmedabad News : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટના વલ્લભ સદન બોટિંગ વિસ્તાર નજીકથી વૃદ્ધ માતા- પુત્ર (Mother and Son) ના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ માતા-પુત્ર (Mother and Son) એ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડા સમય બાદ નદીમાંથી માતા-પુત્ર (Mother and Son) ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પુત્ર માનસિક અસ્વસ્થતા ધરાવતો હતો અને લાંબા સમયથી તણાવમાં હોવાનું અનુમાન છે. આ પરિસ્થિતિને કારણે માતા-પુત્ર (Mother and Son)એ આ અતિશય પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ માતા અને તેના દીકરાએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રવિણાબેન પંડ્યા (ઉ.વ. 74) અને તેમના દીકરા જગદીશ પંડ્યા (ઉ.વ. 48) બપોરના સમયે સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પરથી નદીમાં કૂદ્યા હતા.

બંને વ્યક્તિઓ નદીમાં કૂદ્યા બાદ તેમના મૃતદેહ નદીમાં તરતા નજરે પડતા રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની નજર પડી હતી. ઘટનાની ગંભીરતા સમજતા જ સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમ અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર વિભાગની રિવર રેસ્ક્યુ ટીમે માતા-પુત્ર (Mother and Son) મૃતદેહ બહાર કાઢ્યા

જાણ મળતા ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યુ ટીમ તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંનેના મૃતદેહ નદીના સપાટીએ તરતા હોવાથી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી અને બંને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા.

મૃતદેહોની તપાસ દરમિયાન બંને પાસેથી આધાર કાર્ડ સહિતના ઓળખના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ આધારે પોલીસ દ્વારા પરિવારજનોને સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા બંને મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

માનસિક બીમારીને લઈને આપઘાતની આશંકા, પોલીસ તપાસ શરૂ

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના સગાસંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, દીકરો જગદીશ પંડ્યા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો, જેના કારણે માતા-પુત્રએ સાથે મળી આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હાલ પોલીસ દ્વારા મોતના ચોક્કસ કારણો જાણવા માટે તમામ પાસાઓ પરથી તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાની વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

આ ઘટનાએ ફરી એક વખત માનસિક આરોગ્ય અને પરિવારિક સહારાની જરૂરિયાત પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વધુ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.


આ પણ વાંચો : ઉત્તરાખંડમાં જાનૈયાઓથી ભરેલી કાર 200 મીટર ઊંડી ખાઈમાં પડી, માતા-પુત્ર સહિત 5 લોકોના આઘાતજનક મોત

આ પણ વાંચો : વેરાવળના ખારવાવાડમાં 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી, માતા-પુત્રી સહિત ત્રણના કરુણ મોત

આ પણ વાંચો : મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાની ત્રણ પુત્રો સાથે મોતની છલાંગ, ત્રણેય બાળકોના મોત