Not Set/ મોટર વ્હીકલ એક્ટ/ ગુજરાતવાસીઓ, આવતી કાલથી ન્યુ MV એક્ટની કડક અમલવારી શરૂ… સાવધાન …!

ગુજરાતવાસી માટે મોટર વ્હીકલ એક્ટ માં આપેલી છૂટછાટનો આજે છેલ્લો દિવસ છે. આવતી કાલ એટલે કે 1 નવેમ્બરથી સરકાર દ્વારા આ કાયદાનો કડકાઈથી અમલ કરવામાં આવશે. હવે ફરી એક વાર ટ્રાફિક ના નિયમોના ભંગ બદલ ભારે દંડની રકમ ભરવા માટે સજ્જ રહેજો. દિવાળીની રજાઓ બાદ પહેલી  નવેમ્બરથી હેલ્મેટ નહી પહેરનાર કે પછી પીયુસી નહીં કઢાવ્યું […]

Top Stories Gujarat Others
traffic delhi મોટર વ્હીકલ એક્ટ/ ગુજરાતવાસીઓ, આવતી કાલથી ન્યુ MV એક્ટની કડક અમલવારી શરૂ... સાવધાન ...!

ગુજરાતવાસી માટે મોટર વ્હીકલ એક્ટ માં આપેલી છૂટછાટનો આજે છેલ્લો દિવસ છે. આવતી કાલ એટલે કે 1 નવેમ્બરથી સરકાર દ્વારા આ કાયદાનો કડકાઈથી અમલ કરવામાં આવશે. હવે ફરી એક વાર ટ્રાફિક ના નિયમોના ભંગ બદલ ભારે દંડની રકમ ભરવા માટે સજ્જ રહેજો.

દિવાળીની રજાઓ બાદ પહેલી  નવેમ્બરથી હેલ્મેટ નહી પહેરનાર કે પછી પીયુસી નહીં કઢાવ્યું હોય અથવા અન્ય કોઈ રીતે ટ્રાફિકના કાયદા નો ભંગ કરવા બદલ જંગી દંડ ભરવો પડશે, કારણકે સરકારે 31 ઓકટોબર સુધી જે મુકિત મર્યાદા જાહેર કરી હતી, તે આજ રોજ પૂર્ણ થાય છે. પહેલી તારીખથી હેલ્મેટ, પીયુસી, અને એચ.એસ.આર.પી. નહીં હોય તો મેમો ફાટશે. કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એકટમાં સુધારો  કરીને દેશભરમાં અમલી કર્યો છે.

ગુજરાત સરકારે અગાઉ વાહનચાલકોને 15 ઓકટોબર સુધી કિત આપી હતી, જે પાછળથી  31 ઓકટોબર સુધી લંબાવાઇ હતી, પરંતુ હવે સરકાર આ મુકિત મર્યાદા લંબાવે તેવી કોઇ શકયતા દેખાઈ રહી નથી. માટે જ વાહન ચાલકો હવે સજ્જ બનો. પહેલી નવેમ્બરથી જે વાહનચાલકોએ હેલ્મેટ પહેરી નહીં હોય, જે કારચાલકોએ સીટબેલ્ટ, બાંધ્યો નહીં હોય અથવા તો કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય અને ટ્રિપલ  સવારી  જતા હોય તેવા વાહનચાલકો પાસેથી  પોલીસ જંગી દંડ વસુલવાનું શરૂ કરશે.

જે વાહનચાલકોએ પીયુસી કઢાવી નહીં હોય અથવા તો એચ.એસ.આર.પી. નહીં હોય તેવા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. રાજય સરકારે બે વખત મુદ્દત લંબાવતાં વાહનચાલકો બિનધાસ્ત થઇ ગયા હતા અને ટ્રફિકના નિયમોની એસીતેસી કરીને વાહનો ચલાવતા હતા, પરંતુ હવે  વાહનચાલકો એક દિવસ પોતાની મનમાની કરી શકશે, કારણકે  પહેલી નવેમ્બરથી નવા નિયમ મુજબ દંડ કરવામાં આવશે. નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા પકડાય તો 1000 રૂપિયા દંડ થાય છે, તેમ નવાસુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા,અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે, જોકે હજુ લોકો મુંઝવણમાં છે કે કેટલો દંડ ભરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.