Mobile/ Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

મોટોરોલાએ પાછલા અઠવાડિયે ભારતમાં પોતાનો 6000 mAh બેટરીનો સ્માર્ટફોન Moto G9 પાવર લોન્ચ કર્યો હતો. ફોનમાં મોટી બેટરી ઉપરાંત ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર અને ગ્રેટ ડિસ્પ્લે ઉપલબ્ધ છે….

Tech & Auto
1st 4 Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

મોટોરોલાએ પાછલા અઠવાડિયે ભારતમાં પોતાનો 6000 mAh બેટરીનો સ્માર્ટફોન Moto G9 પાવર લોન્ચ કર્યો હતો. ફોનમાં મોટી બેટરી ઉપરાંત ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર અને ગ્રેટ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આજે 15 મી ડિસેમ્બર છે, જ્યારે Moto G9 પાવર સ્માર્ટફોનનો પ્રથમ સેલ થવા જઈ રહ્યો છે. ગ્રાહકો તેને બપોરે 12 વાગ્યે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટથી ખરીદી શકે છે.

1st 5 Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

કિંમત અને ઓફર

Moto G9 પાવર સ્માર્ટફોન 4GB RAM + 128 GB સ્ટોરેજ સાથે સમાન વેરિએન્ટમાં આવે છે. આ ફોનની કિંમત 11,999 રૂપિયા છે. આ ફોન બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે – મેટાલિક સેજ અને ઇલેક્ટ્રિક વાયોલેટ. ઓફર વિશે વાત કરીએ તો, એચડીએફસી ક્રેડિટ કાર્ડ ધારકોને ફોન ખરીદવા પર 1750 રૂપિયાની ત્વરિત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ફોનની કિંમત 10,249 રૂપિયા થશે.

1st 6 Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

ફોન સ્પેસિફિકેશન

Moto G9 પાવરમાં 6.8 ઇંચનું આઇપીએસ ડિસ્પ્લે આપે છે, જેમાં રિઝોલ્યુશન HD + (720×1,640 પિક્સેલ્સ) છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર સાથે 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપે છે. તમે ફોનનાં સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકો છો. આ ફોનનું વજન 221 ગ્રામ છે અને તેની જાડાઈ 9.66 mm છે.

1st 7 Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

ફોટોગ્રાફી માટે, તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. રીઅર કેમેરામાં 64-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફોનની આગળનાં ભાગમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની વિશેષતા તેની મોટી બેટરી છે. તેમાં 6,000 એમએએચની બેટરી છે જે 20 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી, 3.5 mm ઓડિઓ જેક, બ્લૂટૂથ 5.0 જેવા કનેક્ટિવિટી વિકલ્પો આપવામાં આવ્યા છે.

Hyundai i20 ખૂબ થઇ રહી છે સેલ, માત્ર 40 દિવસમાં 30 હજાર કાર થઇ બુક

Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો