Not Set/ Motorola One Hyper થયો લોન્ચ, 32 MP સેલ્ફી કેમેરા સાથેનાં મોબાઇલની જાણો વિશેષતાઓ

મોટોરોલાએ પોતાનો પહેલો પોપ-અપ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મોડુ પણ કંપનીએ તેના એક ફોનમાં પોપ સેલ્ફી કેમેરા રજૂ કર્યો છે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા Motorola One Hyper ને કંપની દ્વારા 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સેટઅપ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનનો પ્રાઇમરી કેમેરો 64 એમપી ISOCELL Bright GW1 sensor છે. આ સિવાય તેને […]

Tech & Auto
images 100 Motorola One Hyper થયો લોન્ચ, 32 MP સેલ્ફી કેમેરા સાથેનાં મોબાઇલની જાણો વિશેષતાઓ

મોટોરોલાએ પોતાનો પહેલો પોપ-અપ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મોડુ પણ કંપનીએ તેના એક ફોનમાં પોપ સેલ્ફી કેમેરા રજૂ કર્યો છે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા Motorola One Hyper ને કંપની દ્વારા 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સેટઅપ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનનો પ્રાઇમરી કેમેરો 64 એમપી ISOCELL Bright GW1 sensor છે. આ સિવાય તેને એન્ડ્રોઇડની નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવેલ છે.

images 98 Motorola One Hyper થયો લોન્ચ, 32 MP સેલ્ફી કેમેરા સાથેનાં મોબાઇલની જાણો વિશેષતાઓ

ફોનનાં સ્પેસિફિકેશન અને તેની કિંમત વિશે વાત કરીએ તો તે એજ ટૂ એજ સ્ક્રીન ઓફર આપે છે, જેનો અર્થ છે કે તેમાં કોઈ બેજલ અને નોચ નજરે નહીં આવે. વળી બેક પેનલમાં ગ્લાસ લેયર નજર આવે છે. 6.5 ઇંચની એલસીડી આઇપીએસ સ્ક્રીન સાથે આવે છે, આ ફોન એચડી + રીઝોલ્યુશન આપે છે અને 19:9 નો અસ્પેક્ટ રેશિયો ઓફર કરે છે.

images 99 Motorola One Hyper થયો લોન્ચ, 32 MP સેલ્ફી કેમેરા સાથેનાં મોબાઇલની જાણો વિશેષતાઓ

85 ટકા સ્ક્રીનની સ્ક્રીન ટૂ બોડી રેશો ઓફર કરનાર આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 એસઓસી પ્રોસેસર સાથે આવશે, જે 4 જીબી રેમ અને 128 મેમરી વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. તે એન્ડ્રોઇડ 10 ની નજીક સ્ટોક એન્ડ્રોઇડની સાથે આવે છે. જેમાં 4000 એમએએચની બેટરી છે જે 45 ડબલ્યુ હાયપર ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Image result for Motorola One Hyper"

કેમેરા વિશે વાત કરવામાં આવે તો તે 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સાથે આવી રહ્યો છે જેમાં 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ લેન્સ છે જે 118 ડિગ્રી વ્યૂ આપે છે જ્યારે તેનો ફ્રન્ટ કેમેરો 32 મેગાપિક્સલનો છે. તેની કિંમતની વાત કરીએ તો તે 400 ડોલરની કિંમત શ્રેણીમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેનો અર્થ તે ભારતીય રૂપિયામાં 28,900 માં ઉપલબ્ધ થશે.

Image result for Motorola One Hyper"

હાલમાં તે યુરોપ અને લેટિન અમેરિકાનાં પસંદગીનાં દેશોમાં ઉપલબ્ધ થશે. કંપનીએ તેને ડીપ સી બ્લુ, ડાર્ક એમ્બર અને ફ્રેશ ઓર્કિડ હ્યુ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. હાલમાં ભારતમાં તેના લોન્ચિંગ વિશે કોઈ સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.