જામનગર/ જોડિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો,પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

જામનગરના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.અહીં  પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Gujarat Others
ફાયરિંગ

જામનગરના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.અહીં  પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક Scorpio કારે નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા PSI આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું.

મોરબીથી એક યુવાનનું અપહરણ કરી ને બે શખ્સો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ ભાગી છુટ્યા હોવાની મોરબી પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન  જામનગર એલસીબીએ જોડિયા પોલીસને વોચ રાખવા અને નાકાબંધી કરવા સૂચના આપી હતી.  તાત્કાલિક ત્રણ ટીમ બનાવી ત્રણેય ટીમને અલગ અલગ સ્થળે નાકાબંધી કરવાની સૂચના આપી.  આ  દરમિયાન સાડા ચાર વાગ્યાના સુમારે  મોરબીથી આવી રહેલા કારચાલકે સ્કોર્પીયો કાર રોકી અને પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પીએસઆઈ આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું. જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર પણ થયો હતો. મોરબીના સલીમ દાઉદ માણેક અને રફીક ગફુર મોવર વિરુદ્ધ પોલીસની હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે. મોરબીની કોઈ અપહરણની ઘટનાને લઈને પોલીસ વોચમાં હતી ત્યારે આ ઘટના બની હતી.

Untitled 74 5 જોડિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો,પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

આરોપીઓએ અન્ય પોલીસ સ્ટાફ પર કાર ચડાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પીએસઆઇ ગોહિલ હરકતમાં આવ્યા હતા અને તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વર રિવોલ્વરમાંથી નાસી છૂટેલા આરોપીઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીજી તરફ નાકાબંધીને જોઈ આરોપીઓએ પોતાની કાર પરત આમરણ તરફ પુર ઝડપે હંકારી હતી. જોકે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેને લઈને પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે સરકારી વાહન સાથે આરોપીઓનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓની કાર કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડના સિમેન્ટ પોલ પર અથડાયેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ આરોપીઓ કારની અંદર મળ્યા ન હતા.

જેને લઈને પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. એક કલાકની જહેમત બાદ બંને આરોપીઓ હાડાટોડાની સીમમાંથી થાકેલી પાકેલી હાલતમાં મળી આવ્યા હતા.મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા સલીમ દાઉદ માણેક અને મોરબીમાં વાવડી રોડ પર રહેતા રફીક ગફુર મોવર નામના બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:ઊના યુવાનની હત્યામાં પોલીસ આરોપી સુધી પોહચી હોવા છતાં પણ અવઢવમાં

આ પણ વાંચો:જળસંચયનું અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું: ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:સુરતમાં માતા સાથે રસ્તો ઓળંગી રહેલ બાળકને સ્કૂલ બસે લીધો અડફેટે, થયું મોત

આ પણ વાંચો:CTM બ્રીજ પરથી બાળકનો ઝંપલાવવાનો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ