Patan News: પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીએ રેલમંત્રીને રેલ્વે લાઈનનું કામ કરવા પત્ર લખી રજૂઆત કરી છે. ચાણસ્મા, હારિજ, રાધનપુર સુધી 67.07 કિમી લાંબી બ્રોડગેજ રેલવે લાઈન માટે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ઝડપથી રેલવે લાઈનનું કામ શરૂ કરવા પ્રજાની રજૂઆત અશ્વિની વૈષ્ણવ સમક્ષ કરી છે.
ગુજરાતમાં ચાણસ્મા- હારિજ -રાધનપુર નવીન બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી માટે અગાઉ ભારત સરકારે રૂપિયા 110 કરોડ મંજૂર કર્યા હતા. રેલ્વે લાઈન ચાણસ્માથી સીધી રાધનપુરની મુસાફરી અને માલ સામાનની અવર-જવર માટે ઉપયોગી બનશે. આ રેલવે લાઈન શરૂ થયા બાદ રાધનપુર સામખીયાળીથી હાલની રેલવે લાઈન સાથે કનેક્ટિવિટી શક્ય બનશે. જેથી કચ્છ જિલ્લાના બંદરોને વધુ કનેક્ટિવિટી મળશે.
આ રૂટ ઉપર આવતા કંબોઈ, હારિજ, સરવાલ, સમી, બાસ્પા અને બાબરી રેલવે સ્ટેશનનું સર્વે કરી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 67.07 કિલોમીટર લાંબી બ્રોડગેજ રેલવે લાઈનમાં 10 જેટલા પુલ બનશે. તાત્કાલિક ધોરણે રેલ્વે લાઈનનું કામ કરવા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી
આ પણ વાંચો:વડોદરામાં તબીબને અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું
આ પણ વાંચો:વિસનગરમાં યુવાનને વિદેશ જવાની ઘેલછા ભારે પડી