Surat News/ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સાંસદ મુકેશ દલાલે સંસદમાં અવાજ ઉઠાવ્યો!

આજરોજ પાર્લામેન્ટમાં રૂલ 377 હેઠળ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા!

Gujarat Surat Breaking News

Surat News : સુરતના સાંસદ મુકેશ દલાલે આજે સંસદમાં નિયમ 377 હેઠળ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા આપવા માટે સુરતમાં “ટેક્સટાઇલ યુનિવર્સિટી” સ્થાપવાની પ્રબળ માંગ કરી, જે સુરતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવામાં સહાયક થશે! તેમણે સુરતમાં “ટેક્સટાઇલ યુનિવર્સિટી” સ્થાપવાની માંગ કરી હતી, જેથી સુરત વૈશ્વિક ટેક્સટાઇલ હબ બની શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ એક્સપોર્ટ સેક્ટરમાં સુરતની મહત્વની ભૂમિકા એક સમર્પિત સંસ્થાની માંગ કરે છે જે આ ક્ષેત્રમાં નવીનતા, સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક જરૂરિયાતો જ નહીં પરંતુ કાપડ ઉદ્યોગ માટે સંશોધન, ટેક્નોલોજી વિકાસ અને નીતિ નિર્માણ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડશે. આ પહેલ ભારતને વૈશ્વિક ટેક્સટાઇલ લીડર તરીકે સ્થાન આપવામાં, રોજગારીનું સર્જન કરવામાં અને નોંધપાત્ર આર્થિક મૂલ્ય ઉમેરવામાં સહાયક બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી