ગુજરાત/ રામભાઈએ કહ્યું દિલથી ભષ્ટ્રાચાર થાય છે….

સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગને NOC માટે રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે.

Top Stories Gujarat Rajkot Breaking News
YouTube Thumbnail 2024 05 30T141426.155 રામભાઈએ કહ્યું દિલથી ભષ્ટ્રાચાર થાય છે....

Rajkot News: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસની સાથે સાથે રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટ ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ જ ફાયર વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગને NOC માટે રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. પ્લાન પાસ કરાવા 70 હજાર રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ચીફ ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા 70 હજાર આપ્યા હતા.

રામ મોકરિયા ત્યાં સુધી બોલ્યા કે, પ્લાન પાસ કરાવવા, ફાયર NOC મેળવવા પૈસા આપવા જ પડે ને ? પૂછો બિલ્ડર એસોસિએશનને. અત્રે ઉલ્લેખનિય છે કે, રામ મોકરિયાએ રાજકોટમાં ભાજપા કાર્યાલય નજીક સર્વે નંબર 105 માં 27,000 વાર જમીન પર બિલ્ડીંગનો પ્લાન જેતે સમયે મહાનગરપાલિકામાં મૂકેલો. તત્કાલીન ફાયર ઓફિસર ઠેબા દ્વારા આ મામલામાં જેતે સમયે મોકરિયા પાસેથી રૂ. 70,000 લેવામાં આવેલાં. મોકરિયા સૌને સામો પ્રશ્ન પૂછે છે, મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું ?

ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની હાલમાં ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. રામ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા.રામ મોકરીયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાદમાં રામ મોકરીયા સાંસદ બન્યા ત્યારે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી 70 હજાર રૂપિયા મંગાવ્યા હતા. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામ મોકરીયાને પરત આપ્યાનો દાવો છે.

રામ મોકરિયાનું આ પ્રકરણ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગાજી રહ્યું છે. રાજકોટ ભાજપા, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ભાજપા ઉપરાંત ખુદ ગુજરાત સરકાર આ પ્રકરણમાં બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. મોડેથી એમ પણ જાણવા મળેલ છે કે, રામ મોકરિયા અને એક પત્રકાર વચ્ચે પણ સારી એવી બબાલ થઈ હતી. મોકરિયા એ સમયે રિપોર્ટર પર ગરમ થઈ ગયા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ