ચેન્નાઈઃ ભારતનો ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમશે. આ વાતની જાણ સીએસકીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વનાથને કરતા આઇપીએલમાં ધોની (MS Dhoni) ના રમવાને લઈને બધી જ અટકળોનો અંત આવ્યો હતો. આમ ધોની 2007માં આઇપીએલ (IPL) શરૂ થયા પછી સળંગ 19મા વર્ષે રમશે.
CSK અને MS Dhoni એકબીજાના પર્યાય
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) અને સીએસકે (CSK) જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. ધોની 2016 અને 2017ની સીઝન સિવાય દર વર્ષે આઇપીએલ (IPL)માં સીએસકે વતી રમ્યા છે. ધોનીએ 2016 અને 2017માં આઇપીએલમાં રાઇઝિંગ પુણે જાયન્ટ્સનું નેતૃત્વ કર્યુ હતું. ધોની આઇપીએલમાં અત્યાર સુધીમાં 278 મેચ રમ્યો છે અને 5,439 રન બનાવ્યા છે. આમ 2026માં ધોનીની હાજરી સીએસકેના પ્રશંસકો માટે ઉત્સાહનો અનેરો સ્ત્રોત બની રહેશે.
CSKની ગઈ સીઝન ખરાબ નીવડી હતી
છેલ્લી IPL સિઝનમાં, મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર CSKનું સુકાન સંભાળ્યું. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા, ત્યારબાદ ધોનીને સુકાન સોંપવામાં આવ્યું હતું. જોકે, પાછલી સિઝન CSK માટે નિરાશાજનક રહી. ટીમે 14 માંથી ફક્ત ચાર મેચ જીતી હતી અને IPL ઇતિહાસમાં પહેલીવાર પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.
ધોની સીએસકેને છઠ્ઠી વખત આઇપીએલ ટાઇટલ જીતાડી શકશે
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની શરૂઆતથી જ IPLનો ભાગ રહ્યા છે. ધોનીનો પણ મોટો ચાહક વર્ગ છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, CSK પાંચ વખત IPL ટાઇટલ જીતી ચૂક્યું છે. જોકે, 2023 થી ચેન્નાઈને IPL ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો નથી, તેથી આ વખતે ધોની CSKને છઠ્ઠા ટાઇટલ સુધી લઈ જવાનો લક્ષ્ય રાખશે. ટીમનું નેતૃત્વ યુવા ખેલાડી રુતુરાજ ગાયકવાડ કરશે.
આ પણ વાંચો: સારવાર માટે જશે લંડન MS Dhoni? IPL 2024ની બહાર થતા જ સામે આવ્યા આ મોટા સમાચાર
આ પણ વાંચો: સુનીલ ગાવાસ્કરે DRS ને Dhoni Review System થી બદલી આપ્યું આ નવુ નામ
આ પણ વાંચો: સાક્ષીનાં જન્મ દિવસ પર આ શું કરી રહ્યા છે MS Dhoni? જુઓ આ Funny Video
