Vadodara/ MS યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઉતર્યા ભૂખ હડતાળ પર, આવી કરી રહ્યા છે માંગ

વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિવર્સીટી એટલે મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી જેટલી અધ્યાપન માટે પ્રખ્યાત છે એટલી જ આંદોલન માટે પણ પ્રખ્યાત છે. છાશવારે યાતો વિદ્યાર્થીએ, યાતો યુનિવર્સિટી

Gujarat Vadodara
hunger strike MS યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઉતર્યા ભૂખ હડતાળ પર, આવી કરી રહ્યા છે માંગ

વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિવર્સીટી એટલે મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી જેટલી અધ્યાપન માટે પ્રખ્યાત છે એટલી જ આંદોલન માટે પણ પ્રખ્યાત છે. છાશવારે યાતો વિદ્યાર્થીએ, યાતો યુનિવર્સિટી ફેકલ્ટી,યાતો યુનિવર્સિટી સ્ટાફ કોઇને કોઇ આંદોલન અને હડતાળનાં નામે બાંયો ચડાવતા જોવામાં આવે છે અને ફરી એક વખત M S યુનિવર્સિટી માં કોમર્સ ફેકસ્ટીના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની વિગતો વિદિત છે.

The Maharaja Sayajirao University Baroda

આંદોલનનો રાહ પકડી ભૂખ હડતાળ પર ઉતરી ગયેલા M S યુનિવર્સિટીનાં કોમર્સ ફેકસ્ટીના વિદ્યાર્થીઓએ સિલેબસમાં 30 ટકા ઘટાડો કરવાની માંગ કરી છે. રાજ્ય સરકાર બાકી તમામ શૈક્ષણિક વિભાગો અને સ્કૂલોની જેમ યુનિવર્સિટીમાં પણ સિલેબસમાં ઘટાડો કરે તેવી માગ M S યુનિવર્સિટીનાં કોમર્સ ફેકસ્ટીના વિદ્યાર્થી કરી રહ્યા છે.

Maharaja Sayajirao University of Baroda, Vadodara: Admission 2021, Courses,  Fee, Cutoff, Ranking, Placements & Scholarship

M S યુનિવર્સિટીનાં કોમર્સ ફેકસ્ટીના વિદ્યાર્થીનું કહેવું છે કે, રાજ્યસરકારે ધો.10 અને 12માં સિલેબસ ઘટાડ્યો છે. તો યુનિવર્સિટી પણ સીલેબસ ઘટાડે કોરોનાનાં કારણે અમને પણ શિક્ષણમાં માઠી અસરો થઇ છે અને લાંબા સમયથી કોલેજો બંધ રહેવાના કારણે થયેલી નુકસાનીમાં 30 સીલેબસ ઘટાડાનો લાભ અમને પણ મળવો જોઇએ.

Heritage walk hits roadblock in MSU | Vadodara News - Times of India

પોતાની માંગ સાથે MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા અને કોમર્સ ફેકલ્ટીનાં ડીનની કચેરી બહાર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શની પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સિલેબસમાં 30 ટકા ઘટાડો કરવાની સાથે સાથે આ ઘટાડો કોમર્સમાં ત્રણેય વર્ષમાં લાગુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…