Not Set/ ગુજરાતમાં પણ બર્ડફ્લુનું આગમન, આ શહેરમાં મળી આવ્યા 50થી વધુ મૃત પક્ષીઓ

કોરોનાની સાથે સાથે દેશભરના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લુ ફેલાયા બાદ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે પણ સંખ્યાબંધ પક્ષીઓ જોવામાં આવતા ખળભળાટ મચી ગયો છે

Gujarat
1

કોરોનાની સાથે સાથે દેશભરના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લુ ફેલાયા બાદ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે પણ સંખ્યાબંધ પક્ષીઓ જોવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.આ પક્ષીઓના મૃત્યુ બર્ડ ફ્લુથી થયા છે કે નહીં તે ચકાસવા માટે ટીટોડી, બગલી સહિતના 53 જેટલા પક્ષીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ આ રોગચાળાના પગલે પક્ષીઓના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

covid19 / આ રાજ્યમાં શાળા શરૂ થતાં જ બે શિક્ષકો કોરોના પોઝીટીવ જોવા મળ…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના ચિત્તોડ થી બાટવા ખાતે પોતાના સંબંધીઓને ત્યાં આવેલા પ્રહલાદ ગીરી ગોસ્વામી શનિવારે સંબંધીઓ સાથે ફરવા ગયા હતા. અને તેમને ટપોટપ પક્ષીઓ મરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બર્ડ ફ્લુ અંગેની તેઓને જાણ હતી અને અહીં જંગલ ખાતામાં કોઈ પરિચિત ન હોય તેઓએ ઉદયપુર ખાતે અધિકારી સાથે આ અંગે ચર્ચા કરી હતી. તેઓની પાસેથી ગુજરાતના જંગલખાતાને જાણ કરવામાં આવી હતી અને જંગલખાતાને જાણ થયા બાદ અડધી રાત સુધી જંગલખાતાએ તળાવ પાસે તપાસ કામગીરી હાથ ધરી હતી.

Ahmedabad / ઉત્તરાયણ પર્વને લઈ પોલીસનું જાહેરનામું, પતંગ, ઉડાડવા અને પકડ…

આ અંગે માણાવદરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એ. ચાવડાએ જણાવ્યું હતું કે 53 જેટલા મૃત્યુ પક્ષીઓ મળી આવ્યા હતા તેમના મોતનું કારણ તેઓને ખ્યાલ નથી પરંતુ કારણ જાણવા માટે બેટરી વિભાગે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યના વાઈલ્ડલાઈફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. તેમજ પશુપાલન નિયામકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.પરંતુ હજુ સુધી વાત થઇ નથી એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બાબતની જાણ થયા બાદ પક્ષીપ્રેમી મનીષભાઈ વૈદ્યે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી વધુ પક્ષીઓનાં મોત અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…