Morbi/ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂ અને કાર સહિત 2.44 લાખનો મુદામાલ જપ્ત

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ પાસેથી એલસીબી ટીમે કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લઈને કાર અને દારૂ સહીત 2.44 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others
a 182 વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂ અને કાર સહિત 2.44 લાખનો મુદામાલ જપ્ત

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ પાસેથી એલસીબી ટીમે કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લઈને કાર અને દારૂ સહીત 2.44 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ બાદ હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાઇરીંગ, વિડિયો વાયરલ થતા નોંધાઈ ફરિયાદ

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોટીલા તરફથી રાજકોટ જતી કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી જેથી વોચ ગોઠવતા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી ફીયાસ્ટા કાર જીજે 03 ઈએલ 2532 ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 119 કીમત રૂ 44,625 મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત રૂ 2,44,625 ની કિમતના મુદામાલ સાથે આરોપી કિશન ગોવિંદ રામાંણી રહે રાજકોટ મોરબી રોડ અને સંદીપ મનસુખ શીયાણી રહે રાજકોટ હરીધવા મેઈન રોડ એમ બે ઇસમોને ઝડપી લીધા છે જયારે શિવરાજ કાઠી રહે નાની વડલા તા. ચોટીલા વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં એરપોર્ટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, ચંદુભાઈ કણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, નીરવભાઈ મકવાણા, જયેશભાઈ ચાવડા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…