Not Set/ મુકેશ અંબાણીએ Jio યૂઝર્સને આપી મોટી ભેટ, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ઘરે બેઠા જોઇ શકશે યૂઝર્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42મી વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં મુકેશ અંબાણીએ ગીગા ફાઇબર સેવાની જાહેરાત કરી છે. 5 સપ્ટેમ્બરથી જિઓનો બેસ પ્લાન 100 એમબીપીએસથી શરૂ થશે. જિઓ ગીગા ફાઇબર માટે, વપરાશકર્તાઓને 700 થી દસ હજાર રૂપિયા સુધીનાં પ્લાનને પસંદ કરવાની તક મળશે. આ સિવાય જિઓ યુઝર્સ ઘરેથી જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની મજા લઇ શકશે. એટલે કે, […]

Tech & Auto
pjimage 85 મુકેશ અંબાણીએ Jio યૂઝર્સને આપી મોટી ભેટ, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ઘરે બેઠા જોઇ શકશે યૂઝર્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42મી વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં મુકેશ અંબાણીએ ગીગા ફાઇબર સેવાની જાહેરાત કરી છે. 5 સપ્ટેમ્બરથી જિઓનો બેસ પ્લાન 100 એમબીપીએસથી શરૂ થશે. જિઓ ગીગા ફાઇબર માટે, વપરાશકર્તાઓને 700 થી દસ હજાર રૂપિયા સુધીનાં પ્લાનને પસંદ કરવાની તક મળશે. આ સિવાય જિઓ યુઝર્સ ઘરેથી જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની મજા લઇ શકશે. એટલે કે, થિયેટરોમાં જવાની જરૂર રહેશે નહીં.

ગ્રાહકોને જિઓ ફાઇબરનાં વાર્ષિક પેક પર એચડી ટીવી મળશે. આ સિવાય જિઓ પ્રીમિયમ ગ્રાહકો પણ રિલીઝ થયા પછી ફિલ્મ જોઈ શકશે. 1 વર્ષમાં ગીગાફાઇબર દેશભરમાં પહોંચી જશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ગીગાફાઇબર માટે 1.5 કરોડથી વધુ રજિસ્ટ્રેશન મળી ચૂક્યા છે અને હાલમાં ગીગાફાઇબર 5 લાખ ઘરો સુધી પહોંચી ગયુ છે.

તેટલું જ નહીં, જિઓ ગીગાફાઇબર સેવાનાં વપરાશકર્તાઓ માટેની તમામ યોજનાઓમાં વોઇસ કોલ્સ મફત હશે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કોલિંગ સૌથી સસ્તી હશે. યુએસ અને કેનેડામાં કોલ કરનારાઓ માટે અનલિમિટેડ પ્લાન 500 રૂપિયા પ્રતિ મહિને હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.