Not Set/ મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી

એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ વધુ એક ઇતિહાસ સર્જ્યો છે. એલોન મસ્ક અને જેફ બેઝોસ સાથે, તેઓ વિશ્વનાં 100 અબજ ડોલર સાથે અબજોપતિઓની યાદીમાં જોડાયા છે.

Top Stories Business
Richest Person

માત્ર દેશ જ નહીં પરંતુ એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ વધુ એક ઈતિહાસ સર્જ્યો છે. એલોન મસ્ક અને જેફ બેઝોસ સાથે, તેઓ વિશ્વનાં 100 અબજ ડોલર સાથે અબજોપતિઓની યાદીમાં જોડાયા છે. Bloomberg Billionaires Index અનુસાર, આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં 23.8 અબજ ડોલરનો વધારો થયો છે. નવીનતમ આંકડાઓ અનુસાર, નેટવર્થ વધીને 100.1 અબજ ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો – દિલ્હી / 16 ઓક્ટોબર સુધીમાં કોરોનાની રસી આપવામાં નહીં આવે તો ઓફિસમાં પ્રવેશ આપવામાં નહીં આવે

64 વર્ષીય મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળી ત્યારથી પાછળ વળીને જોયું નથી. તેમના નેતૃત્વમાં, ઉર્જા ક્ષેત્રની સાથે, રિટેલ, ઈ-કોમર્સ ક્ષેત્રે ખૂબ જ મજબૂત રીતે પ્રગતિ કરી છે. 2016 માં, તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો અને આજે ભારતીય બજારમાં જિયોનું પ્રભુત્વ છે. હવે તેમની નજર ગ્રીન એનર્જી પર સ્થિર છે. આ વર્ષે જૂનમાં, તેમણે જાહેરાત કરી કે તેઓ આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. આપને જણાવી દઇએ કે, 100 અબજ ડોલરની યાદીમાં મુકેશ અંબાણી 11 માં નંબરે છે. ટેસ્લાનાં માલિક એલોન મસ્ક યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ એમેઝોનનાં ભૂતપૂર્વ CEO જેફ બેઝોસ છે. આ પછી બર્નાર્ડ એનોલ્ટ, બિલ ગેટ્સ, લેરી પેજ, માર્ક ઝુકરબર્ગનો નંબર આવે છે.

11 23 1 મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી

આ પણ વાંચો – Interesting / આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે નવો ઈતિહાસ રચ્યો હતો. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલ ભારતીય શેરબજારમાં રૂ. 18 લાખ કરોડની સપાટીને સ્પર્શી ગઈ હતી. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આ સ્તરે પહોંચ્યું હોય. જણાવી દઇએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરની કિંમત પણ તેની ઓલટાઇમ હાઇ રહી. બજાર બંધ થતાં રિલાયન્સનાં શેરનો ભાવ 2670.85 (3.84 ટકા ઉપર) હતો. શેરની કિંમત ટ્રેડિંગ દરમિયાન રૂ. 2,683.90 સુધી પહોંચી હતી. આ સમય દરમિયાન બજાર મૂડી 18 લાખ કરોડ રૂપિયાનાં ઐતિહાસિક સ્તરને પણ સ્પર્શી ગઈ. જો કે, કારોબારનાં અંતે, માર્કેટ કેપ ફરી એકવાર 15 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગઈ.