Investment/ મુકેશ અંબાણીએ સાન ફ્રાન્સિસ્કોના આ સ્ટાર્ટઅપ્સમાં કર્યુ મૂડીરોકાણ

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ જિયો એ સાન ફ્રાન્સિસ્કો સ્થિત મોબાઇલ ગેમિંગ કંપની ક્રિક્રીમાં મૂડીરોકાણ કર્યુ છે.

Business
anand 7 મુકેશ અંબાણીએ સાન ફ્રાન્સિસ્કોના આ સ્ટાર્ટઅપ્સમાં કર્યુ મૂડીરોકાણ

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ જિયો એ સાન ફ્રાન્સિસ્કો સ્થિત મોબાઇલ ગેમિંગ કંપની ક્રિક્રીમાં મૂડીરોકાણ કર્યુ છે. રિલાયન્સ જિયો એ આ કંપનીમાં કેટલુ મૂડીરોકાણ કર્યુ છે, તે અંગે કોઇ જાહેરાત કરી નથી. ક્રિક્રીએ અત્યાર સુધી કુલ મળીને 22 મિલિયન ડોલરનું મૂડીભંડોળ એક્ત્ર કર્યુ છે.

યાત્રા’ નામની ગેમ લોન્ચ

ભારતમાં ક્રિક્રીએ રિલાયન્સ જિયોની સાથે મળીને ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત ‘યાત્રા’ નામની એક મોબાઇલ ગેમ લોન્ચ કરી છે. રિલાયન્સ જિયો એ ગ્રાહકોને આ નવી ગેમના થ્રીડી અવતારની સાથે રમવા માટે વિશેષ ફિચર્સ મળશે. તમામ મોબાઇલ યુઝર્સ આ ગેમ રમી શકશે. ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે