Dharm & Bhakti: અંક જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, મૂળાંક 6 (Mulank 6) વાળી યુવતીઓ પોતાના પતિ માટે નસીબવાન સાબિત થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે લોકોની જન્મ તારીખ 6, 15 અને 24 હોય છે એમનો મૂળાંક 6 ધરાવે છે. અંક શાસ્ત્ર (Numerology) મુજબ, નંબર જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. આ જન્મતારીખ વાળી યુવતીઓ સાક્ષાત્ લક્ષ્મી (Lakshmi)નું સ્વરુપ ગણાય છે. આવી પત્નીઓ પોતાના પતિ (Husband)નું સૂતેલું ભાગ્ય ચમકાવે છે અને એમની કારકિર્દીમાં પણ ઘણો જ ટેકો કરતી હોય છે. તો ચાલો જાણીએ, મૂળાંક 6 ધરાવતી આ કન્યાઓ વિશે….
મૂળાંક 6 વાળી યુવતીઓ સ્વયં માટે પણ ભાગ્યશાળી હોય છે ઉપરાંત, પોતાના જીવનસાથી માટે પણ લકી સાબિત થાય છે.
મૂળાંક 6 (Mulank 6) વાળી યુવતીઓની વિશેષતા
આ મૂળાંકની યુવતીઓ અનેક વિશેષતા ધરાવે છે.

શુક્ર ગ્રહની વિશેષ કૃપા
એમના પર સુખ-સમૃદ્ધના કારક શુક્ર ગ્રહની વિશેષ કૃપા હોય છે.
એમ કહેવાય છે કે ઘરમાં એમના પગલા પડતા જ આર્થિક તંગી (Economic Problem) દૂર થવા લાગે છે.
પતિદેવની કારકિર્દીમાં સલાહકાર
જે વ્યક્તિ સાથે એના લગ્ન થાય છે એનું કેરિયર વિવાહ પછી તેજીથી ચમકવા લાગે છે.
આ કન્યાઓ પોતાના પતિદેવની કારકિર્દીમાં સલાહકારની ભૂમિકા ભજવે છે.
નિર્ણય લેવાની અદ્ભૂત ક્ષમતા
શુક્રના પ્રભાવના કારણે એમની પસંદ તથા નિર્ણય લેવાની ક્ષમતા અદ્ભૂત હોય છે.
આ કન્યાઓનો સ્વભાવ કેરિંગ (Caring Nature) અને જવાબદાર હોય છે, એ ઘર પરિવારને બાખૂબી સંભાળી લે છે.

પાર્ટનરને પૂર્ણતયા: સમર્પિત
એમની મેરેજલાઇફ (Marriage Life) ઘણી સરસ રહે છે અને એ પોતાના જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખે છે.
પોતાના પાર્ટનર (Partner)ને એ પૂર્ણતયા: સમર્પિત હોય છે અને એમને વિના કારણે નિરાશ કરતી નથી.
એમના તરફથી એક દ્રઢ ઇમોશનલ સપોર્ટ મળવાને કારણે એમના પાર્ટનર કેરિયરમાં અનોખી ઊંચાઇઓ પ્રાપ્ત કરે છે.

જીવનસાથી સાથે તાલમેલ
પોતાના ઘરનું વાતાવરણ ખુશમિજાજ અને શાંતિપૂર્ણ બનાવી રાખવામાં એમનું મોટું યોગદાન હોય છે.
જીવનમાં આવનારી સમસ્યાઓનો એ દ્રઢતાપૂર્વક સામનો કરે છે.
જે પણ કાર્ય એ હાથ ધરે એને પૂરું કરીને જ રાહતનો શ્વાસ લે છે
નિર્બળતાઓ
એ ક્યારેક અત્યંત સંવેદનશીલ (Sensitive) બની જાય છે અને ક્યારેક જીદ્દી સ્વભાવની પણ બને છે જેના કારણે એ તણાવ અનુભવી શકે છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, મૂળાંક 6 વાળી યુવતીઓ જીવનમાં ક્યારેય હાર માનતી નથી!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…
આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!
આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

