Not Set/ મુંબઈ : ૨૦૦ % સફળ, ૪૩ લાખનું ઓપરેશન અને ૫૬ વર્ષીય મહિલાનું મૃત્યુ, વાંચો શું છે સમગ્ર ઘટના ?

આર્થિક રાજધાની મુંબઈથી હોસ્પિટલની બેદરકારીના કારણે ૫૬ વર્ષીય મહિલાનું મોત થવાની ઘટના સામે આવી છે. થાણેના રહેવાસી મીઠુલાલ બફનાએ પત્નીના ઈલાજ માટે હિન્દુજા હોસ્પિટલમાં ૪૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને ૨૦૦ % સફળ ઓપરેશન બાદ પણ પત્નીનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. હકીકતમાં, થાણેની હિન્દુજા હોસ્પિટલમાં મંજુબેન નામના ૬૦ વર્ષીય મહિલાની હાર્ટની સર્જરી […]

India
NBT image 3 મુંબઈ : ૨૦૦ % સફળ, ૪૩ લાખનું ઓપરેશન અને ૫૬ વર્ષીય મહિલાનું મૃત્યુ, વાંચો શું છે સમગ્ર ઘટના ?

આર્થિક રાજધાની મુંબઈથી હોસ્પિટલની બેદરકારીના કારણે ૫૬ વર્ષીય મહિલાનું મોત થવાની ઘટના સામે આવી છે. થાણેના રહેવાસી મીઠુલાલ બફનાએ પત્નીના ઈલાજ માટે હિન્દુજા હોસ્પિટલમાં ૪૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને ૨૦૦ % સફળ ઓપરેશન બાદ પણ પત્નીનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે.

હકીકતમાં, થાણેની હિન્દુજા હોસ્પિટલમાં મંજુબેન નામના ૬૦ વર્ષીય મહિલાની હાર્ટની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટરોએ દાવો કર્યો હતો કે, ટ્રાન્સકૈથેટર માઈટ્રલ વાલ્વના ઈલાજની પ્રક્રિયા ૨૦૦ ટકા સફળ છે અને મારી પત્ની માત્ર ૫ દિવસ માંજ સ્વસ્થ થઈને ઘરે પહોંચી જશે. પરંતુ આ તમામ દાવા બાદ તેઓનું આઘાતજનક મૃત્યુ થયું હતું. જો કે, ત્યારબાદ બફનાએ મહારાષ્ટ્ર મેડીકલ કાઉન્સીલમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, “ડોક્ટરોએ મને આશ્વાસન આપ્યું હતું કે,ટ્રાન્સકૈથેટર માઈટ્રલ વાલ્વના ઈલાજની પ્રક્રિયા ૨૦૦ ટકા સફળ છે અને મારી પત્ની માત્ર ૫ દિવસ માંજ સ્વસ્થ થઈને ઘરે પહોંચી જશે. પરંતુ તેઓએ ૬૦ દિવસ બાદ કોમાની હાલતમાં હોસ્પિટલ છોડી હતી અને એમ્બ્યુલન્સમાં બેઠા બાદ ગણતરીની મિનીટોમાં જ મોત થઇ ગયું હતું.

જો કે અંગે સારવારમાં સામેલ ડોક્ટરોએ કોઈ પણ રીતની ગેરરીતિ ન કરવા અંગે સ્પષ્ટ કરી હતી. હોસ્પીટલના અધિકારીઓએ કહ્યું કે, “સારસંભાળમાં કોઈ બેદરકારી રાખવામાં આવી ન હતી. જયારે પરિવારજનોએ હોસ્પિટલ અંગે જણાવતા કહ્યું, તેમને જોખમની સંપૂર્ણ માહિતી વિશે જાણ કરવામાં આવી ન હતી. મૃતક મહિલાનું ૬ વર્ષ પહેલા ઓપરેશન કરી ચુકેલ સનિયર સર્જન કૌશલ પાંડેયે જણાવ્યું કે,અમે ફક્ત તેઓના વાલ્વોને રિપેર કર્યું છે. ૬ વર્ષ પહેલાં ઓપન હર્ટ સર્જરી થયા બાદ ૬ મહિના પછી શ્વાસ લેવામાં તકલીફ આવી હતી, પરંતુ બીજી ઓપન હાર્ટ સર્જરીની શક્યતાને રદ કરવામાં આવી હતી કારણ કે તે ખૂબ રિસકી હતી. તેમનો કેસ રીસ્કી હતો અને આવા જટિલ કિસ્સાઓમાં વાલ્વ સ્લીપ થવાની સંભાવના 20 ટકા સુધી વધી જાય છે.