Cricket/ ઓસ્ટ્રેલિયાનાં આ બે ખેલાડીઓને નહી ખરીદી શકે Mumbai Indians, જાણો કારણ

આઇપીએલ 2021 ની તૈયારીઓ હવે તીવ્ર થઈ ગઈ છે. આ વખતે મિનિ ઓક્શન થશે કારણ કે આવતા વર્ષે દસ ટીમો ભાગ લેવાની છે

Sports
a 14 ઓસ્ટ્રેલિયાનાં આ બે ખેલાડીઓને નહી ખરીદી શકે Mumbai Indians, જાણો કારણ

આઇપીએલ 2021 ની તૈયારીઓ હવે તીવ્ર થઈ ગઈ છે. આ વખતે મિનિ ઓક્શન થશે કારણ કે આવતા વર્ષે દસ ટીમો ભાગ લેવાની છે અને ત્યારબાદ મેગા ઓક્શન થવાનુ છે. આ કારણોસર, તમામ ટીમોએ આ વર્ષ માટે રિટેન અને રિલીઝની યાદી સબમિટ કરી દીધી છે. આ વખતે ઓક્શન એકદમ મનોરંજક બનવાનું છે કારણ કે ઘણી ટીમો પાસે ખેલાડીઓ ખરીદવા માટે પૈસા નથી. આ વખતે ઓસ્ટ્રેલિયાનાં ચાર ખેલાડીઓ એરોન ફિંચ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્કની હરાજીમાં ખાસ નજર રહેશે. આ ખેલાડીઓ ખરીદવા માટે તમામ ટીમોએ મોટી રકમ ખર્ચ કરવી પડશે.

જો ઓક્શન માટે જોવામાં આવે તો કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ 53 કરોડ રૂપિયા છે. તે પછી, આરસીબી પાસે 35.9 કરોડ છે, તે પછી રાજસ્થાન રોયલ્સનો નંબર આવે છે, જેમના ખાતામાં 34.85 કરોડ છે. બીજી તરફ ચેન્નાઈ 22.9, દિલ્હી 12, કેકેઆર 10.75, મુંબઇ 15.35 અને હૈદરાબાદની પાસે 10.75 કરોડ છે. હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સની ખાસ નજર રહેશે કારણ કે તેમને બોલરોની જરૂર છે પરંતુ પર્સમાં પૈસા ઓછા છે. આવી સ્થિતિમાં અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે મુંબઈ મેક્સવેલ અને સ્મિથને ખરીદશે પરંતુ તેમ થવું મુશ્કેલ લાગી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, આ વર્ષે મુંબઇ ઇન્ડિયન્સે ઘણા ખેલાડીઓને રિલીઝ કર્યા છે અને ઘણા ખેલાડીઓને રિટેન કર્યા છે. સૌ પ્રથમ, આપને જણાવીએ કે, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ દ્વારા કયા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. લસિથ મલિંગા, મિશેલ મેકક્લેનેઘન, જેમ્સ પેટિન્સન, નાથન કૂલ્ટર નાઇલ, શેરફેન રધરફર્ડ, પ્રિન્સ બલવંત રાય, દિગ્વિજય દેશમુખ. પાંચ વિદેશી ખેલાડીઓને મુંબઈ બહારનો રસ્તો બતાવી ચુકી છે, જ્યારે તેમની પાસે નાણાં હવે માત્ર 15.35 કરોડ રૂપિયા છે. જ્યારે હરાજીમાં ફક્ત ચાર વિદેશી ખેલાડીઓ જ ખરીદી શકાય છે. હવે, ઓછા પૈસા માટે ચાર ખેલાડીઓ ખરીદવું અશક્ય લાગી રહ્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સ સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ એક સાથે ખરીદી શકશે નહીં. બંને ખૂબ જ મોંઘા ખેલાડીઓ છે અને બંને મધ્યમ ક્રમમાં રમે છે. મુંબઈએ તેમના બોલરોને આઉટ કરી દીધા છે અને હવે મુંબઇ ઇન્ડિયા બોલિંગને મજબૂત બનાવવા માટે મિશેલ સ્ટાર્કને વિશાળ રકમથી ખરીદી શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સમાં મજબૂત ટોપ ઓર્ડર છે જ્યારે મધ્યમ ક્રમમાં પોલાર્ડ અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન છે. મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે ફક્ત બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે તેણે પાંચ બોલરોને બહાર કરીને પાંચ બોલરો ખરીદવા પડશે. આ સૂચિમાં, મિશેલ સ્ટાર્કનું નામ ટોચ પર આવ્યું છે, કેટલાક ક્રિકેટ દિગ્ગજ એમ પણ કહ્યું છે કે સ્ટાર્ક સૌથી મોંઘો વેચાઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો