Not Set/ મુંબઇમાં કોરોનાનું ખતરનાક સ્વરુપ, 24 કલાકમાં 4758 કેસ, 10 લોકોના થયા મોત

મુંબઇમાં કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જઇ રહી છે. છેલ્લા 23 કલાકમાં મુંબઇમાં કોરોનાનું ખતરનાક સ્વરુપ જોવા મળ્યું છે.

Top Stories India
9e7e0ccb 4c30 496a 8b6c 673fd5d17e36 મુંબઇમાં કોરોનાનું ખતરનાક સ્વરુપ, 24 કલાકમાં 4758 કેસ, 10 લોકોના થયા મોત

મુંબઇમાં કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જઇ રહી છે. છેલ્લા 23 કલાકમાં મુંબઇમાં કોરોનાનું ખતરનાક સ્વરુપ જોવા મળ્યું છે. આ સમયગાળા દરમિયાન પ્રાણઘાતક વાયરસથી સંક્રમિત 4758 નવા કેસો સામે આવ્યા છે તો કુલ 10 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મહાનગરોમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 50 દિવસનો થઇ ચૂક્યો છે. કોરોના હાલતને જોતા સીલ કરવામાં આવતી ઇમારતોની સંખ્યા વધીને 600થી વધુ થઇ ચુકી છે. મુંબઇમાં 602 ઇમારતોને સીલ કરવામાં આવી છે.

મુંબઇ દેશના એ 10 જિલ્લામાં સામેલ છે જ્યાં કોરોનાના એક્ટિવ કેસો સૌથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીમાં જણાવ્યું કે પુણે (59,475), મુંબઇ (46,248), નાગપુર (45,322), થાણે (35,264), નાસિક (26,553), ઔરંગાબાદ (21,282), બેંગાલુરુ શહેરી (16,259), નાંદેડ (15,171), દિલ્હી (8,032), અહમદનગર (7,952) એવા જિલ્લા છે જ્યાં કોરોનાના એક્ટિવ કેસ સૌથી વધુ છે.

મહારાષ્ટ્ર એ રાજ્યોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મંગળવારે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને મધ્ય પ્રદેશ સહિત છ રાજ્યોમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણ સૌથી વધુ થયું છે. દેશમાં નોંધાયેલા 56,211માં 78.56 ટકા કેસો આ જ રાજ્યોથી સામે આવ્યા છે.

એક એપ્રિલથી 45થી વધુ ઉંમરના કોઇપણ શખ્સનું રસીકરણ કરી શકાશે. રસીકરણ માટે http://cowin.gov.in દ્ધારા એડવાન્સ એપોઇન્ટમેન્ટ લઇ શકાય છે.