Not Set/ અશ્લીલ ફિલ્મના કેસમાં મુંબઈ પોલીસે બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા

અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને એપ દ્વારા તેમને પ્રસારિત કરવાના કેસ માં  રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી રહી છે.આજે  મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના જુહુના ઘરે દરોડો પાડ્યો હતો. 

Entertainment
Untitled 162 અશ્લીલ ફિલ્મના કેસમાં મુંબઈ પોલીસે બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા

અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને એપ દ્વારા તેમને પ્રસારિત કરવાના કેસ માં  રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી રહી છે.આજે  મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના જુહુના ઘરે દરોડો પાડ્યો હતો. અશ્લીલ ફિલ્મનો ધંધો કરવા બદલ શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટે  રાજની પોલીસ કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કર્યો છે.  ક્રાઇમ બ્રાંચની એક ટીમ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. 

આપને જણાવી દઈએ કે, શુક્રવારે બપોરે મુંબઇ પોલીસે કુંદ્રા અને થોર્પને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા. સાત દિવસ સુધી કસ્ટડી માંગ્યા બાદ પોલીસે જણાવ્યું કે તેમને શંકા છે કે અશ્લીલ ફિલ્મના ધંધામાંથી મળેલા નાણાંનો ઉપયોગ કુન્દ્રા દ્વારા  સટ્ટામાં કરવામાં આવ્યો હતો. પોલીસ રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ  આફ્રિકા ખાતા વચ્ચેના વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે .  કોર્ટે રાજ અને રાયનને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને રયાન થોર્પેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને અશ્લીલ ફિલ્મોનાં નિર્માણ સંબંધિત કેસમાં 7 દિવસ વધુ પોલીસ કસ્ટડી માંગી હતી. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસને શંકા છે કે અશ્લીલ કમાણી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે રાજ કુંદ્રાનાં યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકા ખાતા વચ્ચેનાં વ્યવહારની તપાસ થવી જોઈએ. આ દરમ્યાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે પોલીસ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે.