Not Set/ આજે ૨૬/૧૧ ને દસ વર્ષ પુરા, હુમલાના આરોપી વિશે કહેનારને અમેરિકા આપશે ૩૫.૫ કરોડ રૂપિયાનું ઇનામ

૨૬/૧૧ મુંબઈ હુમલાને આજે ૧૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અમેરિકાએ આ દિવસને લઈને એક મહત્વપૂર્ણ એલાન કર્યું છે. US Secretary of State Michael R. Pompeo announced that Washington will reward up to USD 5 million for information leading to arrest or conviction of any individual involved in 2008 Mumbai terror attackRead @ANI Story | […]

Top Stories India World Trending
7324 આજે ૨૬/૧૧ ને દસ વર્ષ પુરા, હુમલાના આરોપી વિશે કહેનારને અમેરિકા આપશે ૩૫.૫ કરોડ રૂપિયાનું ઇનામ

૨૬/૧૧ મુંબઈ હુમલાને આજે ૧૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અમેરિકાએ આ દિવસને લઈને એક મહત્વપૂર્ણ એલાન કર્યું છે.

મુંબઈ હુમલાના આરોપીની જે ખબર આપશે તેને અમેરિકા ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે.અમેરિકા આરોપીની ખબર આપનારને ૩૫.૫ કરોડ રૂપિયા આપશે તેવી જાહેરાત કરી છે.

અમેરિકાના વિદેશમંત્રી માઈકલ આર પોપીયોએ એલાન કર્યું છે કે મુંબઈના ૨૬/૧૧ ના હુમલામાં શામેલ આતંકીઓની ખબર આપનારને અમેરિકા તરફથી પાંચ મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આજનો દિવસ એટલે કે ૨૬ નવેમ્બરના રોજ મુંબઈમાં થયેલા હુમલાને દસ વર્ષ પુરા થઇ ગયા છે.આ હુમલામાં ૧૫૦ થી પણ વધારે નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા.

ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સાથે શૂટઆઉટ ચાલ્યું હતું જે ૨૯ નવેમ્બરના રોજ પૂરું થયું હતું. આ હુમલામાં એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. જેનું નામ મોહમ્મદ અજમલ ક્સાબ હતું.

આ આતંકવાદીને ફાંસી આપવાનું ઓપરેશન ઘણું ગોપનીય રાખવામાં આવ્યું હતું. દરેક સુરક્ષાકર્મીના ફોન પણ લઇ લેવામાં આવ્યા હતા.