Not Set/ મુન્દ્રા હેરોઇન કાંડ બાબતે અદાણી ગ્રુપે આપ્યો ખુલાસો, કહ્યું…

અદાણી બંદરેથી DRI ની ટીમે ઝડપેલા 20 હજાર કરોડની કિંમતના 3 હજાર કિલો ડ્રગ્સ બાબતે એજન્સીઓને અદાની ગ્રુપે અભિનંદન પાઠવ્યા છે.

Top Stories Gujarat
ડ્રગની ઘુસણખોરી

ગુજરાતની હાલત ઉડતા ગુજરાત જેવી થતી જી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં મોટા પાયાએ પ્રતીબંધીત માદ્દક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીનું પ્રમાણ વધી ગયું છે. તો સાથે આવી ગેરકાયદે થતી હેરાફેરી મોટા પ્રમાણમાં વિવિધ એજન્સી જેમ કે DRI  કોસ્ટગાર્ડ કે ATS દ્વારા ઝડપી પણ પાડવામાં આવે છે. ગુજરાત રાજ્ય પાસે ૧૬૦૦ કિમી જેટલો લાંબો દરિયા કિનારો છે. અને જુદા જુદા જિલ્લાઓમાં ફેલાયેલો છે. બાજ નજર રાખવા છતાય પડોસી દેશ પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન મારફતે આ દરિયાઈ સરહદોમાંથી પ્રતિબંધિત ડ્રગની ઘુસણખોરી કરવામાં આવે છે. ત્યારે હાલમાં કચ્છના મુન્દ્રા ના અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગના જથ્થાએ દરેકનું ધ્યાન ખેચ્યું છે.

અત્યાર સુધી એશિયામાં ઝડપાયેલું સૌથી મોટું ડ્રગ રેકેટ છે. બે કન્ટેનર ની તપાસ માંથી આશરે ત્રણ ટન  જેટલો હેરોઈન નો જથ્થો મળી આવ્યો છે. અને આ મુન્દ્રા હેરોઈન કેસની ગુંજ છેક કેન્દ્ર સરકાર સુધી પડી છે. અને કેન્દ્રના વિરોધ પક્ષના નેતાઓએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા અને અને કહ્યું છે કે ગુજરાત નો દરિયા કિનારો ડ્રગ માફિયાઓ માટે આટલો ફેવરેટ રૂટ કેમ ?

ED કરશે તપાસ 

ત્યારે હવે  મુન્દ્રા ડ્રગની ઘુસણખોરી કેસની તપાસમાં હવે ED એ ઝંપલાવ્યું છે. મુન્દ્રા પોર્ટ પરથી 3000 કિલો જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ કાંડમાં મા ED હવાલા કાંડ ની તપાસ કરશે.  અને શક્ય છે કે આ કેસમાં વધુ નવા ધડાકા થઇ શકે છે.

અદાણી ગ્રુપનો ખુલાસો 

મુન્દ્રા હેરોઇન કાંડ બાબતે અદાણી ગ્રુપે આપ્યો ખુલાસો આપ્યો છે. સોશિયલ મીડિયામાં અદાણી ગ્રુપ વિશે ચાલતા સમાચારો અંગે ગ્રુપ તરફથી ખુલાસા કરવામાં આવ્યા છે. મુન્દ્રા અદાણી બંદરેથી DRI ની ટીમે ઝડપેલા 20 હજાર કરોડની કિંમતના 3 હજાર કિલો ડ્રગ્સ બાબતે એજન્સીઓને અદાની ગ્રુપે અભિનંદન પાઠવ્યા છે.  તો સાથે જણાવ્યું છે કે, અદાણી બંદર પોર્ટ વપરાશકારોને શિપિંગ અને કાર્ગો હેન્ડલિંગની સવલત આપે છે પણ કાર્ગોમાં શુ છે ? તેની જવાબદારી લેતું નથી.

amzone 18 મુન્દ્રા હેરોઇન કાંડ બાબતે અદાણી ગ્રુપે આપ્યો ખુલાસો, કહ્યું...

amzone 17 મુન્દ્રા હેરોઇન કાંડ બાબતે અદાણી ગ્રુપે આપ્યો ખુલાસો, કહ્યું...

બે ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે મુન્દ્રા અદાણી બંદરેથી DRIની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, અને આ કેસમાં ચેન્નઈથી દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. જેઓને આજે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. DRIના સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું.  જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર DRIની  ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન બે કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. અને હજુ પણ તપાસ ચાલુમાં છે.

આ કેસમાં 17 મી તારીખે ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ  દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરી ભુજની પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા હતા,  જેઓને આજે ભુજની નાર્કોટિક્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી DRIની ટિમ તપાસ માટે હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્લી જશે. નોંધનીય છે કે આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો.  પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું હતું. અત્યારસુધીના ઇતિહાસમાં DRIની આ સૌથી મોટી સફળ કામગીરી છે અને હવે અન્ય માથાઓના નામ ખુલવા પામશે.

 

કોંગ્રેસના પ્રહાર 

ગુજરાત રાજ્યના મુન્દ્રા બંદરેથી એશિયાનું સૌથી મોટું ડ્રગ રેકેટ ઝડપાયું છે. આ હેરોઈન જપ્ત કરવા પર કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો, પૂછ્યું કે ગુજરાતનો દરીયા કિનારો ડ્રગ્સની દાણચોરી માટે પસંદગીનો રસ્તો કેમ છે ? કોંગ્રેસે મંગળવારે ગુજરાતના મુન્દ્રા બંદરેથી આશરે 15,000 કરોડ રૂપિયાની કિંમતની 3,000 કિલો હેરોઈન જપ્ત કરવાને લઈને કેન્દ્ર પર હુમલો કર્યો હતો. હેરોઇન જપ્ત કરવા પર કોંગ્રેસે કેન્દ્ર પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નાક નીચે આવી ડ્રગ સિન્ડિકેટ કેવી રીતે ચાલી રહી છે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ સરકારને પૂછ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના પૂર્ણકાલીન વડાનું પદ 18 મહિનાથી કેમ ખાલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાંથી  આ ડ્રગ સિન્ડિકેટને તોડવામાં કેમ અસમર્થ છે? તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં ડ્રગની હેરફેરમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે. મંગળવારે પાર્ટી હેડક્વાર્ટરમાં મીડિયા સાથે વાતચીત કરતા પવન ખેરાએ કહ્યું કે તે માત્ર ભારતના યુવાનોના વર્તમાન અને ભવિષ્યનો નાશ કરી શકે છે, પરંતુ તે વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠનોને ધિરાણ માટે સંભવિત ભંડોળનો માર્ગ પણ છે. ખેડાએ દાવો કર્યો હતો કે મુન્દ્રા પોર્ટમાંથી આશરે ત્રણ ટન હેરોઈન જપ્ત કરવી એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ગેરકાયદેસર ડ્રગ  ની હેરાફેરીનો કિસ્સો છે.

ખેડાએ દાવો કર્યો હતો કે જપ્ત કરેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ રૂપિયા છે. કોંગ્રેસે સરકારને સવાલ કર્યો છે કે આટલો મોટો જથ્થો બંદર પર કેવી રીતે પહોંચ્યો, સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો શું કરી રહ્યું હતું? ખેરાએ દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત કિનારે પાકિસ્તાન, ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ભારતમાં માદક પદાર્થોની દાણચોરી માટે સૌથી વધુ પસંદગીનો માર્ગ બની ગયો છે. ખેડાએ દવાઓ જપ્ત કરવા બાબતે સરકાર તરફથી પણ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખેરાએ પૂછ્યું કે શું ડ્રગ્સના 10 કન્સાઇનમેન્ટને જવા દેવામાં આવી રહ્યા છે અને એકને પકડવામાં આવી રહ્યો છે જેથી લોકોને ખબર પડે કે એજન્સીઓ કામ કરી રહી છે.

પોરબંદરથી પણ મોટી માત્રામાં ડ્રગની ઘુસણખોરી સામે આવી છે 

ગુજરાતના પોરબંદર ખાતેના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. જેમાં પાકિસ્તાની તથા ઈરાની ડ્રગ માફિયાઓ અવાર નવાર ભારત અને ગુજરાતમાં વિવિધ માધ્યમો દ્વારા પ્રતિબંધિત ડ્રગની ઘુસણખોરી કરતા હોય છે. જેમાં ઈરાની ડ્રગ માફિયા ઈમામ બક્ષ તથા ખાન સાબ અને પાકિસ્તાની ડ્રગ પાકિસ્તાની ડ્રગ માફિયા ગુલામ વગેરે ભેગા મળી દરિયાઈ માર્ગે મોકલેલો પ્રતિબંધિત હિરોઈન નો જથ્થો ઝડપાયો છે. ભારતની IMBL માં પોરબંદર ની પશ્ચિમે ઈરાની જુમ્મા બોટને આંતરી બોટમાં રહેલા સાત ઈસમો અને તેમના કબજામાં રહેલું 30 કિલો ગ્રામ જેટલો હિરોઈન નો જથ્થો આશરે રૂ. ૧૫૦ કરોડની કિંમતનો ઝડપી પાડવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ગુજરાત ATS દ્વારા ઓગસ્ટ 2018 થી સપ્ટેમ્બર 2021 દરમિયાન વિવિધ ઓપરેશન પાર પાડી દરિયાઈ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે ૭૦૦ કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે જેની બજાર કિંમત આશરે 3૫૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે અને આ તમામ ઘટનાઓની અંદર પાકિસ્તાન ઈરાન તથા અફઘાનિસ્તાની ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે તો સાથે તેમની મદદ કરતાં ભારતીય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.

મુન્દ્રા હેરોઈનના પડઘા કેન્દ્રમાં / ગુજરાતનો દરીયા કિનારો ડ્રગ્સની દાણચોરી માટે પસંદગીનો રસ્તો કેમ છે? કોંગ્રેસના આકરા સવાલ