મુંદ્રા/ ગૌમાતા માટે બનેલ નંદી સરોવર સ્વર્ગથી ઉતરતું નથી : આકર્ષક છે આ અહિંસાધામ

કુલ 600 એકરમાં ફેલાયેલા સંકુલમાં કાયમ નીર સભર રહેતું નંદી સરોવર અને તેમાં લહેરાતા આઠ હજાર હયાત વૃક્ષો દૂર સુધી પથરાયેલું હરિયાળું ઘાસ અને તેમાં નિર્ભય વિહરતી 3000થી વધારે કામધેનુઓનો નજારો પ્રથમ નજરમાં મુલાકાતીનું મન મોહી લે છે.

Gujarat Others
વાળ

મુન્દ્રાથી આઠ કિમીનાં અંતરે આવેલ પ્રાગપર ચાર રસ્તા પરનાં એન્કરવાલા અહિંસાધામ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્રના સંચાલકોએ છેલ્લા 31 વર્ષથી ગૌવંશ માટે અકલ્પનિય સેવા પુરી પાડયા બાદ હવે ત્યાંથી ચાર કિમી દૂર આવેલા કારાઘોઘા ખાતે આધુનિક પદ્ધતિઓના ઉપયોગ સાથે નંદી સરોવરનું નિર્માણ કરી તેને દેશની સમગ્ર ગૌશાળાઓમાં એક અનેરા મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ડગલું ભર્યું છે. બે ઓપરેશન થિયેટર,આઈ.સી.યુ.,પૌષ્ટિક ચરિયાણું , પશુઓ માટે શીતલ જલ સહીતની સેવા તેમજ  સારવાર કેન્દ્રની સુવિધા સહિત ગૌધન માટે સ્વર્ગની પરિકલ્પના સાકાર કરવામાં આવી છે અને મુન્દ્રાના પ્રાગપર સ્થિત અહિંસાધામ સંચાલિત નંદી સરોવર પાંચ લાખ વૃક્ષનું વાવેતર કરવાના સંકલ્પ સાથે દેશભરની ગૌશાળાઓના સંચાલકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. ગૌમાતા

ગાયો

છેલ્લા ત્રણ દાયકાથી અબોલ જીવોના હિતમાં અવિરતપણે કાર્યરત મુન્દ્રા તાલુકાના પ્રાગપર સ્થિત અહિંસાધામ સંચાલિત કારાઘોઘાનું નંદી સરોવર દેશભરની ગૌશાળાઓના સંચાલકો માટે જાણકારીનો અઢળક સ્ત્રોત બની રહેવા ઉપરાંત કચ્છના ગૌધન માટે સ્વર્ગની કલ્પના સાકાર કરતું રમણીય નઝરાણું બની રહ્યું છે.  કુલ 600 એકરમાં ફેલાયેલા સંકુલમાં કાયમ નીર સભર રહેતું નંદી સરોવર અને તેમાં લહેરાતા આઠ હજાર હયાત વૃક્ષો દૂર સુધી પથરાયેલું હરિયાળું ઘાસ અને તેમાં હર્ષભેર વિહરતી 3000 થી વધારે કામધેનુઓનો નજારો પ્રથમ નજરમાં મુલાકાતીનું મન મોહી લે છે.આજે ત્યાં આકાર લઇ ચૂકેલ બીજબેન્કનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ઉપસ્થિત ન રહી શકતાં મંતવ્ય ન્યૂઝ ને તમામ ગતિવિધીઓથી માહિતગાર કરતાં સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઇ તથા પ્રમુખ હરેશભાઇ વોરાએ સંકુલમાં અન્ય વિવિધ સંસ્થાઓના સહયોગથી ટૂંક સમયમાં પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાન ને અંતિમ ઓપ અપાઈ ચુક્યો હોવાનું જણાવ્યું હતું.

ગાયો

આધુનિક બીજબેન્કમાં આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો

પ્રકૃતિ સંવર્ધનની ભાવના સાથે નંદી સરોવર પરિસરમાં આકાર લઇ ચૂકેલ આધુનિક બિયારણ બેંકમાં આયુર્વેદિક વનસ્પતિઓના તમામ બિજ ઉપલબ્ધ છે.તેની દેખરેખ  તાલુકામાં ડોડી માસ્ટર તરીકે પ્રખ્યાત ભરતભાઈ મકવાણા કરી રહા છે.જે વર્ષોથી રાહત દરે સમગ્ર રાજ્યમાં જરૂરિયાતમંદોને વિવિધ વનસ્પતિઓના બિજ પહોંચતા કરવાના મિશન પર છે.

એક માસ સુધી નિર્વાહ થાય તેટલી વોટર બેન્ક હાથવગી

બહાર થી પાણીનો સ્ત્રોત ન મળે તો પણ એક માસ સુધી નિર્વાહ કરી શકાય તેટલી વોટરબેન્ક સંકુલમાં હાથવગી છે.તે માટે 15 ફૂટ ઉંડાઇ 251 ફૂટ ગોલાઈ અને 21 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય તેટલી ક્ષમતા ની વોટર ટેન્ક બનાવાઈ છે.જેમાંથી વહી નીકળતું પાણી ડ્રેનેજ સિસ્ટમના માધ્યમથી ખેતી ને પૂરું પાડવામાં આવે છે.તેમજ તમામ પશુધન તેમાંથી પોતાની તરસ સંતોષે છે.

પશુઓ માટે ડાયનિંગ ટેબલ સાથે શીતલજલની વ્યવસ્થા

80 એકરમાં વિસ્તરેલા ગાયોના ઘમાણમાં પશુઓના ચરિયાણ માટે ડાયનિંગ ટેબલ સમાન પાંચ ફૂટ ઉંચુ સ્ટેન્ડ બનાવામાં આવ્યું છે. જેથી તે ઉભા ઉભા સરળતા પૂર્વક ઘાસ ચરી શકે વિશેષમાં તેમને પીવા માટે બનાવાયેલ આધુનિક ઢબના નવ હવાડામાં 24 કલાક સતત શીતલજલ વહેતું રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ગાયો

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ