Not Set/ સુરત/ હદ વિસ્તરણ માટે પાલિકાની કવાયત, મનપાનો નવો વિસ્તાર 410 ચોરસ કિલોમીટર

સુરત મહાનગરપાલિકા અગાઉ પણ  2006 માં તેના સીમાડાનું વિસ્તરણ  કરી ચુકી છે. તે સમયે તેમાં  27 ગામડા અને આઠ  નગરપાલિકાનો સમાવેશ કરાયો હતો. આજે 13 વર્ષ પછી ફરી એકવાર સુરત મહાનગર પાલિકા તેના સીમાંડા નું વિસ્તરણ કરી રહી છે. બે નગરપાલિકા અને ૨૧ ગામડા નો સમાવેશ કરી વધુ એક હદ વિસ્તરણ કરવા જઈ રહી છે. ઓલપાડ ચોર્યાસી અને કામરેજ […]

Top Stories Gujarat Surat
army 6 સુરત/ હદ વિસ્તરણ માટે પાલિકાની કવાયત, મનપાનો નવો વિસ્તાર 410 ચોરસ કિલોમીટર

સુરત મહાનગરપાલિકા અગાઉ પણ  2006 માં તેના સીમાડાનું વિસ્તરણ  કરી ચુકી છે. તે સમયે તેમાં  27 ગામડા અને આઠ  નગરપાલિકાનો સમાવેશ કરાયો હતો. આજે 13 વર્ષ પછી ફરી એકવાર સુરત મહાનગર પાલિકા તેના સીમાંડા નું વિસ્તરણ કરી રહી છે. બે નગરપાલિકા અને ૨૧ ગામડા નો સમાવેશ કરી વધુ એક હદ વિસ્તરણ કરવા જઈ રહી છે. ઓલપાડ ચોર્યાસી અને કામરેજ તાલુકાના ગામડા નો સમાવેશ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

સુરત:હદ વિસ્તરણ માટે પાલિકાની કવાયત

21 ગામો, 2 ન.પા.નો શહેરમાં થશે સમાવેશ

મનપાની સ્થાયી સમિતીમાં દરખાસ્ત, દરખાસ્તને શહેરી વિકાસ ગૃહ નિર્માણને મોકલાશે

કેટલાક ગામોનો શહેરમાં સમાવેશ સામે ઉગ્ર વિરોધ

આ હદ વિસ્તરણને કારણે સુરત મહાનગરપાલિકા નો વિસ્તાર 410 ચોરસ કિલોમીટર જેટલો થઇ જશે.  નવો 170 કીમીનો વિસ્તાર શહેરમાં જોડાશે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા મહાનગરપાલિકા માટે મોટો પડકાર બની રહેશે. મહાનગરપાલિકામાં જે ગામડાના સમાવેશ થશે તે ગામડાનો આવકનો સ્ત્રોત નહિવત છે. જેની સામે અધધધ કહી શકાય તેવી પ્રાથમિક સુવિધાનો ખર્ચ મહાનગરપાલિકા કરવો પડશે.

પરંતુ ગામોના શહેરમાં સમાવેશ અંગે કેટલીક વિસંગતતાઓ હોઈ સુધારણા માટે પાલિકામાં રજુઆતો થઈ રહી છે. કામરેજ આસપાસના તથા ભાઠા સહિતના ગ્રામજનોનો શહેરમાં સમાવવા સામે સ્પષ્ટ વિરોધ જણાઇ રહ્યો છે. મનપામાં સમાવેશથી વેરાનો પણ અસહ્ય વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.