અમરેલી/ રાજુલામાં ખાખબાઇ ગામ નજીક માતાજી તરીકે ઓળખાતા સાધ્વીની હત્યા

ખાખબાઈ ગામની બહાર રોડ ઉપર નમો નારાયણ આશ્રમ આવેલો છે અહીં સાધ્વી તરીકે રેખાબેન ગોવિદભાઈ ઉંમર 45 આશરે પૂજારી તરીકે હતા તેમનું અજાણીયા…

Gujarat Others
સાધ્વીની હત્યા

રાજ્યમાં એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં અમરેલીથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં એક સાધ્વીની હત્યા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલાથી 1 કિમિ નજીક આવેલ ખાખબાઈ ગામની બહાર રોડ ઉપર નમો નારાયણ આશ્રમ આવેલો છે અહીં સાધ્વી તરીકે રેખાબેન ગોવિદભાઈ ઉંમર 45 આશરે પૂજારી તરીકે હતા તેમનું અજાણીયા શખ્સ દ્વારા છરી જેવા તીક્ષિણ હથિયાર વડે ગંભીર ઘા મારી હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે રાજુલા પોલીસ દોડી આવી ઘટના સ્થળેથી લોહીયાણ હાલતમાં હત્યા થયેલી લાશના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :દર્શન કરીને પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, વાન કન્ટેનરમાં ઘુસી જતાં 4 ના મોત

પોલીસ દ્વારા હત્યારાને શોધવા કવાયત શરૂ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં કોઈ નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાનુ લાગે છે. આશ્રમમાં છેલ્લા લાંબા સમયથી સેવાપૂજા કરતા સાધ્વીની હત્યાનો ભેદ ખોલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે.

આશ્રમમાં ઘણાં સમયથી કાર્યરત સાધ્વીની હત્યાનો ભેદ ખોલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે. હત્યામાં કોઈ નજીકનો જ વ્યકિત સંડોવાયો હોવાની પણ આશંકા સેવવામા આવી રહી છે. આરોપી ઝડપાયા બાદ હત્યા પાછળના કારણનો ખુલાસો થશે.

અમરેલીમાં ગઇકાલે અન્ય એક ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. એક પરિણીતાએ પોતાના ઘર પર જ બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. મૃતક પરિણીતાની ઉમર 40 વર્ષ જ્યારે એક પુત્રીની 14 અને એકની 3 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ દેવમુરારિ ચલાલામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તેઓ જ્યારે પોતાની ઘંટી પર હતા ત્યારે જ તેને તેના પાડોશીઓ દ્વારા પોતાના મકાનમાં આગ લાગી હોવાની જાણ કરવામા આવી હતી.

આ પણ વાંચો :આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

ભરત દેવમુરારિ તાબડતોડ પોતાના ઘર પહોંચ્યા હતા. આગના પગલે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘરમાંથી સોનલબેન ભરતભાઈ દેવમુરારિ (ઉ.વ.40 વર્ષ), પુત્રી હિતાલી (ઉ.વ.14 વર્ષ) અને પુત્રી ખુશી (ઉ.વ.3) સળગેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો : ફિલ્મ જગતની અભિનેત્રી માધુરી દીક્ષિત ચાંપાનેર- પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે વડોદરા આવશે

આ પણ વાંચો : ૧૦૮ ટીમના કર્મચારીઓની પ્રમાણિકતા, દર્દીના પરિવારજનોને રોકડ તેમજ મોબાઈલ કર્યા પરત

આ પણ વાંચો :ખેડૂતોને માંડ મળતું યુરિયા ચીરીપાલ ગ્રુપને આ રીતે પધરાવતા હતા…