Not Set/ હત્યા/ રેડીયમ લગાડવા જેવી નજીવી બાબતે રાજકોટ રક્ત રંજીત, હત્યારા ફરાર

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ આસમાને પહોંચતો જોવામાં આવી રહ્યો છે. અને ગુનાખોરોને કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય ન હોય તેમ રોજ બરોજ પોતાનું પોત પ્રકાશતા રહે છે, ગુનાખોરીએ માત્રાએ ગુજરાતમાં પલપી રહી છે કે, વાહનમાં રેડીયમ લગાવવા જેવી નજીવી બાબતે પણ સરકારી કચેરીનાં પ્રાંગણમાં હત્યા જેવી સંગીન વારદાત થઇ જાય છે આને આ કામનાં કરનારા ગુનેગારો […]

Top Stories Gujarat Rajkot
murder3 647 022117124041 081617100011 હત્યા/ રેડીયમ લગાડવા જેવી નજીવી બાબતે રાજકોટ રક્ત રંજીત, હત્યારા ફરાર

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ આસમાને પહોંચતો જોવામાં આવી રહ્યો છે. અને ગુનાખોરોને કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય ન હોય તેમ રોજ બરોજ પોતાનું પોત પ્રકાશતા રહે છે, ગુનાખોરીએ માત્રાએ ગુજરાતમાં પલપી રહી છે કે, વાહનમાં રેડીયમ લગાવવા જેવી નજીવી બાબતે પણ સરકારી કચેરીનાં પ્રાંગણમાં હત્યા જેવી સંગીન વારદાત થઇ જાય છે આને આ કામનાં કરનારા ગુનેગારો આબાદ પલાયન પણ થઇ જાય છે.

જી હા રાજકોટની આરટીઓ કચેરીમાં એક યુવક સાથે વાહનોમાં રેડિયમ લગાવવા બાબતે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. જો કે, આ મામલે પછીથી સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ અચાનક કેટલાક યુવકો રાજકોટ RTO કચેરીનાં પ્રાંગણમાં ઘાતક હથિયારો લઈ ઘુસી આવ્યા હતા. અને સામેવાળા યુવક પર હુમલો કર્યો હતો. યુવકને હુમલામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે, હુમલો કરનારા તમામ ત્યાંથી આબાદ ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ રાજકોટ પોલીસને થતા, પોલીસ RTO કચેરી ખાતે પહોંચી ગઇ હતી અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.