Not Set/ શૂટર કોનિકા લાયકનું રહસ્યમય મોત, લગ્નની ચાલી રહી હતી તૈયારીઓ

શૂટર કોનિકા લાયક હાલમાં કોલકાતામાં રહેતી હતી અને જયદીપ કર્માકર શૂટિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. ત્રણ દિવસ પહેલા તેની માતા કોલકાતામાં…

Top Stories India
કોનિકા લાયક

દેશમાં સતત આપઘાતની ઘટનાઓ વધી રહી છે. સામાન્ય તણાવમાં આવીને લોકો આપઘાત જેવુ અંતિમ પગલું ભરતા પણ અચકતા નથી ત્યારે આવામાં વધુ એક ઝારખંડમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેશનલ શૂટર કોનિકા લાયક નું કોલકાતામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. કોનિકાએ રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા છે, એટલું જ નહીં ઝારખંડમાં પણ તેણે રમત જગતમાં એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ તેના રહસ્યમય મોતથી પરિવારની સાથે અનેક લોકોને પણ આઘાત લાગ્યો છે.આ અકસ્માત છે કે કાવતરું છે તે જાણી શકાયું નથી.

આ પણ વાંચો :MFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે PM મોદી સાથે મુલાકાત કરી
a 86 શૂટર કોનિકા લાયકનું રહસ્યમય મોત, લગ્નની ચાલી રહી હતી તૈયારીઓ

હકીકતમાં  શૂટર કોનિકા લાયક હાલમાં કોલકાતામાં રહેતી હતી અને જયદીપ કર્માકર શૂટિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. ત્રણ દિવસ પહેલા તેની માતા કોલકાતામાં પુત્રીને મળ્યા બાદ ધનબાદ પરત ફરી હતી. માતા કહે છે કે તે ખૂબ જ ખુશ હતી, તેને કોઈ સમસ્યા કે ટેન્શન નહોતું. પરંતુ આ માહિતી બે દિવસ પછી જ મળી હતી. આ પછી કોયલંચલના ધનબાદ સ્થિત તેમના ઘરે શોકની લાગણી છવાઈ ગઈ છે.પિતાએ કહ્યું કે અમારું બધું ખતમ થઈ ગયું છે, દીકરી અમારું ગૌરવ હતી. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય હકીકત જાણવા મળશે.

જણાવી દઈએ કે કોનિકાની પાસે રાઈફલ ન હોવાના કારણે કોનિકાને મિત્રો પાસેથી લોન માંગીને ટૂર્નામેન્ટ રમવી પડી હતી. પરંતુ જ્યારે કોનિકાને પોતાની રાઈફલ મળી ત્યારે તે ખુશ થઈ ગઈ. એટલા માટે તે કોલકાતાની શૂટિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી.

a 87 શૂટર કોનિકા લાયકનું રહસ્યમય મોત, લગ્નની ચાલી રહી હતી તૈયારીઓ

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ, આજથી કલમ 144નો અમલ થશે

કોનિકા ત્યારે ચર્ચામાં આવી જ્યારે અભિનેતા સોનુ સૂદ તેની મદદ માટે આગળ આવ્યો. આ વર્ષે જૂન મહિનામાં કોનિકાની આંતરરાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી થઈ હતી. પરંતુ રાઈફલના અભાવે જ્યારે તે શૂટિંગમાં ભાગ લઈ શકી ન હતી. સોનુ સૂદને આ માહિતીની જાણ થતાં જ તેણે કોનિકાને 2.5 લાખ રૂપિયાની કિંમતની જર્મન રાઈફલ મોકલી હતી.

સોનુ સૂદે કોકનિકાને રાઈફલ આપવાનું વચન સાથે કહ્યું હતું કે ‘હું તને રાઈફલ આપીશ. તમે દેશને મેડલ આપો. તમારી રાઈફલ તમારા સુધી પહોંચી જશે. તેના જવાબમાં કોનિકાએ કહ્યું- સર મારી બંદૂક આવી ગઈ છે. મારા પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને આખું ગામ તમને આશીર્વાદ આપી રહ્યું છે. જુગ જુગ  જીવો…

a 87 શૂટર કોનિકા લાયકનું રહસ્યમય મોત, લગ્નની ચાલી રહી હતી તૈયારીઓ

દુઃખની વાત એ છે કે શૂટર કોનિકાના લગ્ન આ વર્ષે નક્કી કરવામાં આવ્યા હતા. તેઓ આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2022માં લગ્ન કરવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. કોનિકાએ પોતે પણ પોતાના માટે શોપિંગ કર્યું હતું. પરંતુ દુલ્હન બનતા પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધું.

આ પણ વાંચો :છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવાની તૈયારી, આ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

આ પણ વાંચો :યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં કરી સામેલ 

આ પણ વાંચો :વિજય દિવસ / PM મોદી અને રક્ષા મંત્રીએ વીર જવાનોને કર્યું નમન, કહ્યું- સેનાના અદમ્ય સાહસને સલામ