વિશ્વ ક્રમાંક એક રાફેલ નડાલે યુએસ ઓપન્સમાં આજ બુધવારનાં રોજ આર્થર એશ સ્ટેડિયમમાં ચાલી રહેલા પુરુષ એકલ ઇવેન્ટ ક્વાટર ફાઇનલ મેચમાં પ્રતિપક્ષી ડોમનિક થીમને હરાવીને સેમી ફાઇનલ્સમાં પહોંચી ગયા છે.
32 વર્ષીય રાફેલ નડાલે 4 કલાક 49 મિનિટ ચાલેલી રમતમાં 0-6, 6-4, 7-5, 6-7(4), 7-6(5) અંક સાથે મેચમાં ઓસ્ટેલિયન પ્રતિસ્પર્ધી ડોમનિક થીમને હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી.
થીમે પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે આજ રોજ ચાલેલી ક્વાટર ફાઇલ્સ રમતમાં તેમને ખુબ પરસેવો વહાવવો પડ્યો હતો. આ મેચ ખુબ જ રોમાંચક હતો અને રમતનાં અંતે જ ખબર પડે એમ હતી કે રમતનું પરિણામ શું આવી શકે એમ છે.
આ કટોકટીની રમતમાં નડાલ 7-6 ક્રમાંક સાથે થીમથી જીત તરફ થોડા આગળ પહોંચી ગયા હતા.
આ ટુર્નામેન્ટમાં સાથે નડાલે સતત 12 મી વિજય પોતાને નામ કરી હતી. સાથે જ 2006 થી યુએસ ઓપન્સમાં ચાલેલી રમતોમાં ક્વાટર ફાઇનલ્સમાં એક પણ મેચ નહીં હારવાની કીર્તિને જાળવી રાખી હતી.
જયારે મહિલા એકલ ઇવેન્ટની વાત કરવામાં આવે તો અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલ્યમ્સએ પણ અત્યાર સુધીની ચાલેલી યુએસ ઓપન્સ રમતમાં રિપબ્લિક ચેકની ખેલાડી કેરોલિના પ્લાઇસ્કોવા વિરુદ્ધ 6-4, 6-3 પોતાની કીર્તિ જાળવી રાખી હતી.