Gujarat/  શ્રમિક લાભાર્થી માટે ચાલતી અન્નપૂર્ણા યોજના બંધ શા માટે બંધ કરવામાં આવી..?

 શ્રમિક લાભાર્થી માટે ચાલતી અન્નપૂર્ણા યોજના બંધ શા માટે બંધ કરવામાં આવી..?

Top Stories Gujarat Others
crime 7  શ્રમિક લાભાર્થી માટે ચાલતી અન્નપૂર્ણા યોજના બંધ શા માટે બંધ કરવામાં આવી..?

@અરુણ શાહ, અમદાવાદ 

ગુજરાતમાં ગરીબ-શ્રમિક વર્ગના લોકો ભૂખ્યા રહે નહીં તે હેતુથી વર્ષ-2017માં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે અન્નપૂર્ણા યોજના અમલી બનાવી હતી. આ યોજનાના અમલથી શ્રમિકવર્ગ પ્રત્યે મુખ્યપ્રધાને સંવેદના દાખવી હતી. પરંતુ વહીવટીતંત્રની નિષ્ક્રિયતા કે આડોડાઇના કારણે આજે આ યોજના બંધ થતાં શ્રમિકવર્ગને માત્ર રૂ.10 માં પ્રાપ્ત થતો રોટલો છીનવાઇ ગયો છે.

ગુજરાતમાં શ્રમિકો કોઇપણ ક્ષેત્ર સાથે સંકળાયેલાં હોય પરંતુ સતત શ્રમ કરતાં હોય છે. શ્રમિકોના શ્રમને અનુરૂપ રોટલી-શાક-ભાતનો પૌષ્ટિક આહાર શ્રમિકોને મળી રહે તે હેતુ અન્નપૂર્ણા યોજના વર્ષ-2017માં શરૂ કરવામાં આવી હતી. યોજના મુજબ શ્રમિક દીઠ 19 રૂપિયાનો ખર્ચ એકટંક ભોજનનો આવતો હતો. જેમાં માત્ર રૂ.10 શ્રમિક પાસેથી ટોકનરૂપે લઇ ભોજન આપવામાં આવતું. સપ્તાહમાં એક વાર સુખડી પણ આપવામાં આવતી. અન્ય રકમ ગુજરાતસરકાર તેના બજેટમાંથી ફાળવતી હતી.

યોજનાના પ્રારંભે રાજ્યના વડોદરા-સુરતભરૂચ-વાપી-ધરમપુર અને વલસાડ ખાતે અમલી હતી. રાજ્યમાં વિવિધ 87 કેન્દ્રો પર યોજના અમલી બની હતી. યોજના સફળ થતાં સરકારે સમયઅનુસાર વધુ કેન્દ્રો પણ શરૂ કર્યા હતા. જેનો છેલ્લો આંક 119 કેન્દ્રો શરૂ કરવા સુધી પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા ચાર મહિનાથી અન્નપૂર્ણા યોજનાને કોરોના ગ્રહણના નામે તાળા લાગી ગયા છે.

સરકારનો સંવેદનશીલ નિર્ણય અને માત્ર રૂ.10માં શ્રમજીવીને ભોજન આપવાની યોજનાએ સારી પ્રગતિ કરી હતી. પરંતુ ઓક્ટોબર મહિનાથી કોરોના ગ્રહણના નામે યોજના સ્થગિત કરવામાં આવી છે. શ્રમજીવીવર્ગ માટે જઠરાગ્નિ ઠારતી અન્નપૂર્ણા યોજના બંધ થતાં શ્રમિકવર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

America / પ્રમુખ જો બિડેનની ટીમમાં સામેલ આ કચ્છી કન્યાએ વધાર્યું ગુજરા…

Surat / કીમમાં ગમખ્વાર અકસ્માત મામલે CM અને PM એ કરી આવી જાહેરાત…

ચર્ચાતી વિગત મુજબ સરકારે શ્રમિકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શ્રમજીવીવર્ગના હિતમાં યોજના અમલી તો બનાવી પરંતુ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે હાલ યોજના માત્ર મરવાના વાંકે જીવિત રહી છે. માત્ર ને માત્ર નવસારી-આણંદ-ભરૂચ સિવાય તમામ કેન્દ્રો પર યોજના બંધ થતાં શ્રમજીવીવર્ગનો રોટલો છીનવાયાની પ્રતિતિ અનુભવી રહ્યાં છે. શ્રમજીવીવર્ગ આ યોજના ફરી કાર્યાન્વિત કરવા પણ ઇચ્છુક છે. ત્યારે સરકાર આ દિશામાં હકાર્તમક નિર્ણય લેશે..?  કે યોજના કાયમી માટે બંધ જ રહેશે ?  એ પ્રશ્નનો જવાબ સત્તાધીશો આપશે ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…