-haryana cm/ નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

આજે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ વિધિમાં દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીના ચાર ધારાસભ્યો હાજર રહ્યા હતા. જે ચૌટાલા માટે……

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 12T174814.085 નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Haryana News: હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરે રાજીનામુ આપ્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીએ ચંદીગઢના રાજભવનમાં આજે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ વિધિમાં દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીના ચાર ધારાસભ્યો હાજર રહ્યા હતા. જે ચૌટાલા માટે મોટો ફટકો પડ્યો સમાન ગણાઈ રહ્યું છે. ભાજપ અને નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાની આગેવાની હેઠળની જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચેના સંબંધો વણસ્યા છે.

કોણ છે નાયબ સિંહ સૈની…

નાયબ સિંહ સૈનીએ ઓબીસી સમુદાય સાથે જોડાયેલા છે જેમણે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. ભાજપ સાથે તેઓ 1996 થી જોડાયેલા છે. નાયબ સિંહ સૈનીની રાજકીય કારકિર્દી- 2014માં નારાયણગઢ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકેની તે ચૂંટાયા હતા અને 2016માં હરિયાણા સરકારમાં તેમની મંત્રીપદ તરીકે નિમણૂક થઈ હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી વિજય મેળવ્યોહતો. સૈનીએ મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે અને વિધાનસભા જૂથના નેતા તરીકે તેમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ