Not Set/ વડોદરામાં બંધ મકાનમાંથી મળ્યા 2 મૃતદેહ, ઘટનાને લઈ શહેરમાં મચ્યો ચકચાર

ગુજરાતમાં કોરોનાએ મોતનુ તાંડવ શરૂ કરી દીધુ છે. દરરોજ કોરોનાથી મોતનો આંકડો ઉંચકાઇ રહ્યો છે. આ મહામારીને લઇને વડોદરામાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. વડોદરા

Gujarat Vadodara

ગુજરાતમાં કોરોનાએ મોતનુ તાંડવ શરૂ કરી દીધુ છે. દરરોજ કોરોનાથી મોતનો આંકડો ઉંચકાઇ રહ્યો છે. આ મહામારીને લઇને વડોદરામાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. વડોદરા ના હરણી રોડ સંગમ ચાર રસ્તા નજીક આવેલા પાર્વતીનગર સ્થિત એક બંધ મકાન માંથી એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના નગ્ન અવસ્થામાં રહસ્યમય મૃતદેહો મળી આવતા ભારે સનસનાટી મચી ગઇ હતી. અહીં આવેલા આ 161 નંબરના મકાન માંથી તીવ્ર દુર્ગંધ ફેલાતા આખરે સ્તાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંધ મકાન ખોલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી આ રહસ્યમય મોત અંગે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરણી રોડ ઉપર સંગમ ચાર રસ્તા પાસે આવેલા સવાદ ક્વાટર્સ સ્થિત પાર્વતીનગરમાં ૧૬૧ નંબરના મકાનમાં રહેતા અને  તારામતીબેન બાળાસાહેબ પવાર (ઉં.વ.૭૪) અને તેમની દીકરી અરૂણાબેન પવાર (ઉ.વ.૫૦)ના વિકૃત થઇ ગયેલા મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યા હતા. માથું ફાડી નાંખતી દુર્ગંધ આવતા આ વિસ્તારના રહીશોએ તપાસ શરૂ કરી હતી. જેમાં ૧૬૧ નંબરના મકાનમાં આવતી હોવાનું જણાઇ આવતાં સ્થાનીક રહીશોએ પોલીસને જાણ કરી હતી. તુરત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :ગોવાના CM નો પ્રજાલક્ષી નિર્ણય, તમામ ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં થશે કોરોનાની સારવાર

ઘટના સ્થળે પહોચીને પોલીસે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાં ટી.વી. અને પંખા ચાલુ હતા. એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના તેઓના નિકટના પરિવારજનો સાથે તો ઠીક સ્થાનિક લોકો સાથે પણ સબંધ ન હતા. માતા-પુત્રીનું મકાન દિવસમાં માંડ એકાદ વખત ખૂલતું હતું. સ્થાનિક લોકો પણ માતા-પુત્રી અંગે ધ્યાન રાખતા ન હતા. એકલવાયુ જીવન જીવતા માતા-પુત્રીના મકાનમાં ટી.વી. અને પંખા ચાલુ હોવાના કારણે સ્થાનિક લોકોને માતા-પુત્રી અંગે કોઇ જાણ થઇ ન હતી.

આ ઘરમાં 74 વર્ષનાં તારામતીબેન બાળાસાહેબ પવાર અને તેમની 50 વર્ષની પુત્રી અરૃણાબેન પવાર રહેતા હતા. તારામતીબેનના પતિ આર્મીમાં ફરજ બજાવતા હતા.અને તેમનુ 10 વર્ષ પહેલા મૃત્યું થયું હતું. ત્યારથી જ આ મા દીકરી એકલા રહેતા હતા. પતિનાં પેન્શન પરજ તે બંનેનું ગુજરાન ચાલતું હતું. તારામતીને એક દીકરો અને બે દીકરી એમ ત્રણ સંતાન હતા.

આ પણ વાંચો :કોરોના કાળમાં પ્લાઝમા ડોનરની ભારે અછત, પ્લાઝમા આપવાથી ખચકાઈ રહ્યા છે લોકો

એક દિકરીનું લગ્ન થયું હતું અને તે સાસરે ગઇ હતી. જ્યારે અન્ય દીકરીએ લગ્ન કર્યા ન હતા જેથી તે માતા સાથે જ રહેતી હતી. તેમનો દીકરો પણ આર્મીમાં જ નોકરી કરે છે અને તે અલગ રહે છે. આ માતા અને દીકરીનાં આડોસપાડોસ કે પરિવારનાં અન્ય લોકો સાથે સંબંધ હતો નહીં.

પોલીસે શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ માતા અને દીકરીનું કોરોનાને કારણે મોત થયું હોવું જોઇએ. પોલીસને ઘરમાંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો જોની કોલ ડિટેઇલ્સ જાણીને વધું તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?