કોરોના/ કોરોના કાળમાં પ્લાઝમા ડોનરની ભારે અછત, પ્લાઝમા આપવાથી ખચકાઈ રહ્યા છે લોકો

કોરોના મહામારીમાં જો દર્દી ક્રિટિકલ કન્ડિશનમાં ના હોય ને તેમને પ્લાઝ્મા આપવામાં આવે તો તેમનો જીવ બચી શકે છે. પણ લોકો પ્લાઝ્મા ડોનેટ કરવામાં પણ ખચવાઈ રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

@દિક્ષિત ચનીયારા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

કોરોના મહામારીમાં જો દર્દી ક્રિટિકલ કન્ડિશનમાં ના હોય ને તેમને પ્લાઝ્મા આપવામાં આવે તો તેમનો જીવ બચી શકે છે. પણ લોકો પ્લાઝ્મા ડોનેટ કરવામાં પણ ખચકાઈ રહ્યા છે. માંગ વધારે છે જેની સામે આવક ઓછી છે જેન લઈને કોરોના દર્દીઓને સારવાર આપવામાં હાલાકી પડી રહી છે. સાથે સાથે લોકો પ્લાઝ્મા ડોનેટ કરતા પણ ડરે છે.

કોરોનાને લઈને હજી સુધી કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી. ત્યારે દુવા અને દવા તો કામ આવે જ છે  પરંતુ કોરોના પોઝિટિવ દર્દીનું પ્લાઝ્મા પણ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. પરંતુ લોકો ભયના કારણે પ્લાઝ્મા ડોનેટ કરતા ખચકાઈ રહ્યા છે. જેને કારણે કોરોનાના દર્દીની સારવાર તો થઈ રહીં છે પણ ઘણા દર્દીના પ્લાઝ્માની અછત ના કારણે તેમના જીવ નથી બચાવી શકાતા.

હાલમાં બ્લડ બેન્ક પ્લાઝ્મા એકઠા કરવાનું કામ કરે છે. હાલમાં દરરોજ રેડ ક્રોસ બ્લડ બેન્ક માં 200 થી વધુ લોકો પ્લાઝ્મા માટે સંપર્ક કરી રહ્યા છે. તેની સામે રોજ પ્લાઝ્મા ની અછતના કારણે 50 જેટલા લોકો ને જ બ્લડ બેન્ક મદદ કરી શકે છે જેના માટે તે કોરોના પોઝિટિવ થઈ ગયેલા.લોકો ને અપીલ કરી રહ્યા છે કે પ્લાઝ્મા ડોનેટ કરવામાં આવે.

કોરોના દર્દીઓ માટે પ્લાઝમાં અસરકારક છે અને તેનેજ લઈને પ્લાઝ્મા થેરોપી કોરોના દર્દીઓ ને આપવામાં આવે છે..ગુજરાત ની સૌથી મોટી ખાનગી બ્લડ બેન્કમાં 1 વર્ષમાં 1400 અમદાવાદ વાસીઓ એ પ્લાઝ્મા ડોનેટ કર્યું છે અને તે પ્લાંઝમાં થેરોપી 2600 લોકોને આપવામાં આવી હતી અને તેમાંથી પ્લાઝ્મા થેરોપી ના કારણે 2300 લોકો સાજા થયા છે.

કોરોના બાદ દર્દી જો પ્લાઝ્મા ડોનેટ કરે છે તો તેમની બોડીમાંથી એન્ટી બોડી ઓછા થતા નથી તે એન્ટી બોડી ફરીથી 3-4 મહિના રિકવર થઈ જાય છે. સાથે સાથે જે દર્દી પ્લાઝ્મા ડોનેટ નથી કરતા તેમના બોડીના પ્લાઝ્મા 3-4 મહિનામાં નિષ્ક્રિય થઈ જાય છે.કોરોના બાદ સાજા થયેલ દર્દીઓ પ્લાઝ્મા ડોનેટ કરવાથી ડરે છે તો તેમણે ડરવાની જરૂર નથી. જે પ્લાઝ્મા ડોનેટ કરે છે તેમને શરીર માં સાઈડ ઈફેક્ટ તેમજ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડો થતો નથી. તેમજ કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી.

PLASMA DONATION

જેથી ડોક્ટરો પણ કોરોનાથી સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરે છે. ત્યારે સામાન્ય માણસ સાથે વાતચીત કરતા કોઈ પ્લાઝ્મા ડોનેટ કરતા ગભરાઈ રહ્યું છે તો કોઈ પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવી રહીયુ છે. કોરોના થી સાજા થયેલા દર્દીઓને જો પ્લાઝ્મા ડોનેટ કરે તો તેમના એક પ્લાઝ્માથી બે દર્દીઓ ને સારવાર આપી શકાય છે.માટે કોરોના થી સાજા થયેલા દર્દીઓને જો પ્લાઝ્મા ડોનેટ કરવું જોઈએ જેથી કરીને જરૂરીયાતમંદ દર્દીને પ્લાઝ્મા મળી રહે અને યોગ્ય સારવાર થઈ શકે.