Not Set/ નખત્રાણા / મોટી ગોધિયાર ગામે દીપડો ઘરમાં ઘુસી, ખાટલા પર બિરાજમાન થયો

ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં દીપડાની વસ્તી આવેલી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દીપડા ધીરે ધીરે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષીણ  ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધતી જાય છે.  આજ રોજ વહેલી સવારે  કચ્છના નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે દીપડો ઘરમા ઘુસી જતા દહેશતનું વાતાવરણ ફેલાઈ […]

Gujarat Others
cm 4 નખત્રાણા / મોટી ગોધિયાર ગામે દીપડો ઘરમાં ઘુસી, ખાટલા પર બિરાજમાન થયો
ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં દીપડાની વસ્તી આવેલી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દીપડા ધીરે ધીરે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષીણ  ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધતી જાય છે. 
આજ રોજ વહેલી સવારે  કચ્છના નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે દીપડો ઘરમા ઘુસી જતા દહેશતનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, નખત્રાણા તાલુકાના મોટી ગોધીયાર ગામે આજે વહેલી સવારના સોઢા હિરજી વૃધાજીના ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો. જોકે સદભાગે ઘર માલિક સવારમાં ભેંસો મુકવા ગયા હતા તેના કારણે ઘર ખાલી હતું. ગામમાં દીપડો ઘુસી આવવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં ડરનો માહોલ છવાયો હતો.
ગામ લોકો દ્વારા દીપડાને ઘરમાં જ પૂરી રાખી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સવારે 6 વાગે ઘરમાલિક  ભેંસો મુકવા ગયા અને ઘરના દરવાજા ખુલ્લા જોઈ દીપડો ઘરમાં ઘુસી આવ્યો હતો.  અને ખાટલા પર બેસી ગયો હતો.  ગ્રામજનોએ ઘરનો દરવાજો બંધ કરી વન વિભાગને દીપડાના આગમન અંગે જાણ કરી છે.  દીપડો ગામમાં આવી જતા ગ્રામજનોમા ડર ફેલાયો છે.  દીપડાએ ગામમાં એક પશુનું મારણ કર્યું હોવાના અહેવાલો સામે આવવા પામ્યા છે.  દીપડાના આગમનથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.