Ahmedabad News/ Bitcoin Case: આજીવન કેદની સજા પામેલા નલિન કોટડિયાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે બીટકોઈન ખંડણી કેસ (Bitcoin Case)માં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને 50 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો અને કોર્ટનો આદેશ.

Top Stories Ahmedabad Gujarat
Bitcoin Case

Nalin Kotadiya Bitcoin Case Bail: ગુજરાતના ચર્ચિત બીટકોઈન ખંડણી અને અપહરણ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. અમદાવાદની સ્પેશિયલ એસીબી (ACB) કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા સામે હાઈકોર્ટમાં અપીલ કર્યા બાદ, ગુજરાત હાઈકોર્ટે આજે નલિન કોટડિયાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે તેમને ₹50,000ના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી 176 બીટકોઈન ટ્રાન્સફર કરાવવા અને ₹32 કરોડની ખંડણી માંગવાનો ગંભીર આરોપ નલિન કોટડિયા અને અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર લાગ્યો હતો. Bitcoin Caseમાં સીઆઈડી (CID) ક્રાઈમે તપાસ કરીને પૂર્વ ધારાસભ્ય સહિત 15 લોકોની ધરપકડ કરી હતી.

ACB કોર્ટે ફટકારી હતી આજીવન કેદ

ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટે Bitcoin Caseમાં ઐતિહાસિક ચુકાદો આપતા નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી (SP) જગદીશ પટેલ અને પીઆઈ (PI) અનંત પટેલ સહિત 14 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાને તમામ દોષિતોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

અગાઉ 9 પોલીસકર્મીઓને મળ્યા હતા જામીન

સજાના ચુકાદા બાદ તમામ આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે અગાઉ ઉપરના અધિકારીઓના આદેશનું પાલન કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલોને જામીન આપ્યા હતા. હવે આ શ્રેણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પણ જામીન મળી ગયા છે, જે આ કેસમાં મોટો વળાંક માનવામાં આવે છે.

રાજકીય અને પોલીસ આલમમાં મચ્યો હતો ખળભળાટ

આ કેસ એટલા માટે ચર્ચાસ્પદ બન્યો હતો કારણ કે તેમાં સત્તાધારી પક્ષના પૂર્વ નેતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી સંડોવણી સામે આવી હતી. એસીબી કોર્ટે સજાની સાથે સાક્ષી તરીકે ફરી ગયેલા (Hostile) 25 લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Bitcoin Case: અત્યાર સુધી શું-શું થયું?

1. 11ફેબ્રુઆરી, 2018: અમરેલી LCBની ટીમે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગર પાસેથી અપહરણ કર્યું.

2. ફેબ્રુઆરી 2018: શૈલેષ ભટ્ટ પાસેથી ૯ કરોડની કિંમતના 176 બીટકોઈન પડાવ્યા અને કરોડોની ખંડણીની માંગ કરી.

3. એપ્રિલ 2018: શૈલેષ ભટ્ટે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી, જેની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી.

4. મે-જૂન 2018: અમરેલીના તત્કાલીન SP જગદીશ પટેલ, PI અનંત પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી.

5. ઓગસ્ટ 2024: અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટે નલિન કોટડિયા સહિત ૧૪ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.

6. નવેમ્બર-ડિસેમ્બર 2024: આજીવન કેદની સજાને તમામ આરોપીઓએ હાઈકોર્ટમાં પડકારી.

7. જાન્યુઆરી 2025: હાઈકોર્ટે ૯ પોલીસ કોન્સ્ટેબલોને જામીન પર મુક્ત કર્યા.

8. ૮ જાન્યુઆરી, 2026: ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર કર્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટ પછી હવે ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, કોર્ટની કાર્યવાહી સ્થગિત

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર બોમ્બની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમાં સતત ત્રણ કોલ, તપાસ શરૂ!

આ પણ વાંચો: સુરત સહિત દેશભરની 159 શાળાઓને બોમ્બની ધમકી, વેસુ અને પીપલોદની શાળાઓમાં ભય