Not Set/ હ્યુસ્ટન યુનીવર્સીટીની બિલ્ડીંગ પર હશે ભારતીય મૂળના અમેરિકી દંપતિનું નામ, વાંચો કારણ

હ્યુસ્ટન અમેરિકામાં હ્યુસ્ટન વિશ્વવિદ્યાલયમાં આવેલી એક બિલ્ડીંગનું નામ મૂળ ભારતીયના નામ પરથી રાખવામાં આવશે. અમેરિકાના આ દંપતિ મૂળ ભારતીય એ આ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સર્ચ કરવામાં ઘણી મોટી રકમનું યોગદાન કર્યું છે. આ વિશ્વવિદ્યાલયના અમેરિકી અધ્યક્ષ રેણું ખટોરે જણાવ્યું હતું કે એન્જીન્યરીંગની બિલ્ડીંગને દુર્ગા ડી. અગ્રવાલ અને સુશીલા અગ્રવાલનું  નામ આપવામાં આવશે. આ કપલે […]

World Trending
UH Campus MS TT હ્યુસ્ટન યુનીવર્સીટીની બિલ્ડીંગ પર હશે ભારતીય મૂળના અમેરિકી દંપતિનું નામ, વાંચો કારણ

હ્યુસ્ટન

અમેરિકામાં હ્યુસ્ટન વિશ્વવિદ્યાલયમાં આવેલી એક બિલ્ડીંગનું નામ મૂળ ભારતીયના નામ પરથી રાખવામાં આવશે.

અમેરિકાના આ દંપતિ મૂળ ભારતીય એ આ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સર્ચ કરવામાં ઘણી મોટી રકમનું યોગદાન કર્યું છે.

આ વિશ્વવિદ્યાલયના અમેરિકી અધ્યક્ષ રેણું ખટોરે જણાવ્યું હતું કે એન્જીન્યરીંગની બિલ્ડીંગને દુર્ગા ડી. અગ્રવાલ અને સુશીલા અગ્રવાલનું  નામ આપવામાં આવશે. આ કપલે ઘણી મોટી રકમ કોલેજને આપી છે.

આ બિલ્ડીંગની કુલ કિંમત પાંચ કરોડ દસ લાખ અમેરિકી ડોલર છે. વર્ષ ૨૦૧૭માં આ બિલ્ડીંગને ચાલુ કરવામાં આવી હતી.

દુર્ગા અગ્રવાલે દિલ્લી કોલેજ ઓફ એન્જિનિયરીંગમાં ડીપ્લોમાં મિકેનીકલ એન્જિનિયરીંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ આગળનો અભ્યાસ કરવામાં માટે વર્ષ ૧૯૬૮માં હ્યુસ્ટન આવ્યા હતા. અહી તેમણે ઇન્ડસ્ટ્રીયલ એન્જીન્યરીંગમાં માસ્ટર અને ત્યારબાદ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો.

અગ્રવાલે વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો ચ કે તેઓ હંમેશા આશાવાદી રહે. કોઈ પણ વ્યક્તિ અઘરો પરિશ્રમ, લગન અને સમર્પણની ભાવનાથી કોઈ પણ કામ કરીને લક્ષ્ય સુધી પહોચી શકે છે.