Not Set/ અમદાવાદમાં બનાવાશે નરેન્દ્ર મોદી વન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે વૃક્ષારોપણ

બાપુનગર ખાતે મિયાવાકી પદ્ધતિથી 71000 વૃક્ષ વવાશે. એક સપ્તાહમાં 1,25,000 વૃક્ષનું વાવેતર  કરવામાં આવશે.  જાપાનની ‘મિયાવાકી’ પદ્ધતિથી મિની જંગલ ઊભું કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Trending
નમો વન મિયાવાકી પદ્ધતિથી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કરાયું છે. આ વર્ષે રાજ્યમાં પ્મના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી વન બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની માધ્યમમાં બાપુનગર ખાતે મિયાવાકી પદ્ધતિથી આ વનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં એક સાથે ૭૧૦૦૦ વૃક્ષ વાવવામાં આવશે. તો મુખ્યમંત્રીની સાથે મેયર અને ડેપ્યુટી મેયર પણ હાજર રહેશે.

જન્મદિવસ / PM મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની પાઠવી શુભકામનાઓ

બાપુનગર ખાતે મિયાવાકી પદ્ધતિથી 71000 વૃક્ષ વવાશે. એક સપ્તાહમાં 1,25,000 વૃક્ષનું વાવેતર  કરવામાં આવશે.  જાપાનની ‘મિયાવાકી’ પદ્ધતિથી મિની જંગલ ઊભું કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં વધી રહેલા પ્રદુશ્ન્નેલાઈ છેલ્લા કેટલાક સમયથી વૃક્ષો વાવી ને ગ્રીનકવર વધારવા અમદાવાદ મનપા પ્રયાસ હાથ ધરી રહી છે. બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 17મી સપ્ટેમ્બર એટલે જે PM મોદીના જન્મદિવસે જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી 71000 જેટલા વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે. આ વન નરેન્દ્ર મોદી વન તરીકે ઓળખવામાં આવશે. અહીં  71 પ્રકારના 71,000 વૃક્ષોનું વાવેતર કરાશે.

મિયાવાંકી વન એટલેશું ?

મિયાવાંકી વનની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાંકી વન નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડ લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડ ખુબજ તીવ્રતાથી વધે છે.  સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ 300 વર્ષમાં થાય છે. પરંતુ આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં વૃક્ષોની વૃદ્ધિ થઈ જાય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી મોટા થતાં હોય છે.