જાહેરાત કરશે!/ નરેશ પટેલ આજે રાજકારણમાં પ્રવેશ અંગેની કરી શકે છે જાહેરાત!

કોંગ્રેસ કે ભાજપમાં સામેલ થશે તેવા સમાચાર સમયઅંતરાલે આવી રહ્યા છે. હવે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગે તેવી પુરી શક્યતા છે.

Top Stories Gujarat
dgggdsg નરેશ પટેલ આજે રાજકારણમાં પ્રવેશ અંગેની કરી શકે છે જાહેરાત!
  • રાજકારણ પ્રવેશને લઈને નરેશ પટેલ કરી શકે જાહેરાત
  • રાજકોટમાં નરેશ પટેલે મીડિયાકર્મીઓને મળવા બોલાવ્યા
  • નરેશ પટેલે સામેથી મીડિયાકર્મીઓે આપ્યું આમંત્રણ
  • રાજકારણમાં સક્રિય થશે કે નહિ તેને લઈને કરી શકે જાહેરાત
  • જર્મનીનો પ્રવાસ પૂર્ણ કરી મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચ્યા
  • રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કર્યાની ચર્ચા
  • મીડિયાકર્મીઓ સમક્ષ કરી શકે છે જાહેરાત

ગુજરાતમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી એવા સમાચાર છેલ્લા 4 મહિનાથી ચાલી રહ્યા છે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો કઇ પાર્ટી સાથે જોડશે તે એટકળો ખુબ ચાલી રહી છે, કોંગ્રેસ કે ભાજપમાં સામેલ થશે તેવા સમાચાર સમયઅંતરાલે આવી રહ્યા છે. હવે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગે તેવી પુરી શક્યતા છે.

નરેશ પટેલે પણ પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ મુદત પર મુદત નાખી અનેક રહસ્યો સર્જ્યા હતા ત્યારે આજે  બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કર્યા છે, નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે આજે સ્પષ્ટ થઇ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.