Not Set/ #NASA/ આજે થોડા કલાકો બાદ ધરતીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ

કોરોના સંકટ વચ્ચે આજે, 29 એપ્રિલે ઉલ્કા પૃથ્વીમાંથી પસાર થવાનું છે. આ વિશે ઘણા મેસેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે નાસાએ લોકોને સ્પષ્ટ કરી દીધું છે કે ગભરાવાની જરૂર નથી. તે પૃથ્વી પર અથડાય તેવી આશા નથી. દરમિયાન, એક સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉલ્કાઓને પ્રથમ માનવ મૃત્યુનાં પુરાવા […]

World
1e58192e9a5d6c8a9741026aa6fa1777 #NASA/ આજે થોડા કલાકો બાદ ધરતીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ

કોરોના સંકટ વચ્ચે આજે, 29 એપ્રિલે ઉલ્કા પૃથ્વીમાંથી પસાર થવાનું છે. આ વિશે ઘણા મેસેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે નાસાએ લોકોને સ્પષ્ટ કરી દીધું છે કે ગભરાવાની જરૂર નથી. તે પૃથ્વી પર અથડાય તેવી આશા નથી. દરમિયાન, એક સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉલ્કાઓને પ્રથમ માનવ મૃત્યુનાં પુરાવા મળ્યા છે.

98e06f32de2b4651fb9dc3bb6ff58408 #NASA/ આજે થોડા કલાકો બાદ ધરતીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ

તુર્કી રાજ્ય લેખાગારનાં જનરલ ડિરેક્ટોરેટથી મળેલા દસ્તાવેજોનાં આધારે, મેટિયોરાઇટિક્સ એડ પ્લેનેટરી સાઇંસ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પેપર મુજબ, માહિતી એકત્રિત કરવામાં આવી છે કે ઇરાકનાં સુલેમાનિયા પ્રદેશમાં ઓગષ્ટ 1888 એ એક ઉલ્કા પિંડનાં ધરતી પર ટક્કરથી એક વ્યક્તિની મોત થઇ હતી. સંશોધનકારો માને છે કે આ ઉલ્કા પિંડથી કોઇ વ્યક્તિની મોત થતી પહેલી ઘટના છે. અગાઉ, આવી સૌથી જૂની ઘટના નવેમ્બર 1954 ની હોવાનું માનવામાં આવતું હતું. જ્યારે નારંગી આકારની સેલાકુઆગા ઉલ્કા પિંડે યુનાઇટેડ સ્ટેટ્સની 34 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી. 29 એપ્રિલ 1998 OR2 નામની એક ઉલ્કા પિંડ પૃથ્વીની નજીકથી પસાર થશે, જે યુએસ સ્પેસ એજન્સી નાસાનાં જણાવ્યાં મુજબ, પ્રતિ કલાક 19,000 કિલોમીટરની હશે. વળી, નાસાએ કહ્યું છે કે, પૃથ્વી પર આ ઉલ્કાનાં પ્રહારની શક્યતા નહિવત્ છે. તેથી, કોઈપણ અફવાઓને ધ્યાન પર લેશો નહી.

24acdff76e4fe2d3fecca88652f3bc84 #NASA/ આજે થોડા કલાકો બાદ ધરતીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ

જણાવી દઇએ કે, આકાશમાં દેખાતી વસ્તુઓ કેટલીકવાર એક બાજુથી બીજી તરફ જાય છે અથવા પૃથ્વી પર પડે છે જેને ઉલ્કા પિંડ એટલે કે meteor કહેવામાં આવે છે, અને વાતાવરણમાં સળગતા બચી જતા ઉલ્કાઓનો અંશ ભાગ પૃથ્વી સુધી પહોંચે છે. Lsvs ઉલ્કા પિંડ એટલે કે meteorite કહેવામાં આવે છે, દરેક રાત્રીએ ઉલ્કાઓ ઘણી સંખ્યામાં દેખાય છે પરંતુ તેમાથી પૃથ્વી પર પડતી પિંડોની સંખ્યા ઘણી ઓછી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.