America/ NASA એ આ રોવર દ્વારા મંગળ ગ્રહ પરથી મોકલી ઓડિયો કલીપ, લેન્ડિંગનો વીડિયો પણ આવ્યો સામે

અમેરિકાના સ્પેસ એજન્સી નાસાએ સોમવારે મંગળ પરથી પહેલો ઓડિયો બહાર પાડ્યો છે. આ ઓડિયો નાસાના પર્સિવિયરેંસ રોવર દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં પવનનો અવાજ રેકોર્ડ કરાયો હતો.

World
a 312 NASA એ આ રોવર દ્વારા મંગળ ગ્રહ પરથી મોકલી ઓડિયો કલીપ, લેન્ડિંગનો વીડિયો પણ આવ્યો સામે

અમેરિકાના સ્પેસ એજન્સી નાસાએ સોમવારે મંગળ પરથી પહેલો ઓડિયો બહાર પાડ્યો છે. આ ઓડિયો નાસાના પર્સિવિયરેંસ રોવર દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં પવનનો અવાજ રેકોર્ડ કરાયો હતો. આ સિવાય નાસાએ લાલ ગ્રહ (મંગળ) પર રોવર્સના લેન્ડિંગનો પહેલો વીડિયો પણ બહાર પાડ્યો છે. અમેરિકાના સ્પેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મંગળ સપાટી પર રોવરના ઉતરાણ દરમિયાન માઇક્રોફોન કામ કરતો ન હતો. જોકે, રોવર મંગળ પર ઉતરતાની સાથે માઇક્રોફોન ઓડિયો કેપ્ચર કરવા લાગ્યો.

પર્સિવિયરેંસના કેમેરા અને માઇક્રોફોન સિસ્ટમના લિડ એન્જીનીયર ડેવ ગ્રુએલે કહ્યું, “10 સેકંડના ઓડિયોમાં તમે જે સાંભળી રહ્યાં છો તે ખરેખર પવનનો એક ઝાપટો છે, જે મંગળની સપાટી પરના માઇક્રોફોન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે અને અમને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે. “

નાસા દ્વારા પ્રકાશિત હાઇ ડેફિનેશન વીડિયોમાં, પર્સિવિયરેંસ રોવર લાલ અને સફેદ પેરાશૂટની મદદથી સપાટી પર ઉતરતો જોવા મળે છે. આ વિડીયો 3 મિનિટ 25 સેકંડનો છે. આ વિડીયોમાં, રોવરને ધૂળની વચ્ચે સપાટી પર ઉતરતા બતાવવામાં આવ્યા છે.

નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ડિરેક્ટર માઇકલ વોટકિન્સે જણાવ્યું કે, આ પહેલી વાર છે જ્યારે આપણે મંગળ પર ઉતરાણ જેવી ઘટનાને કબજે કરવામાં સક્ષમ થયા છીએ. તેમણે કહ્યું કે આ ખરેખર આશ્ચર્યજનક વિડીયો છે.