Not Set/ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત

એક તરફ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ગુજરાતમાં આજથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત થયા છે. નવમી નવેમ્બરે રાજ્યની 68 બેઠકો પર એક જ તબક્કમાં મતદાન થશે. જ્યારે પરિણામ 18 ડિસેમ્બરે આવશે. છેલ્લી ઘડી સુધી ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યુ. અને હવે […]

India
dhumal with virbhadra air story 647 110417040302 હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત

એક તરફ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ગુજરાતમાં આજથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત થયા છે. નવમી નવેમ્બરે રાજ્યની 68 બેઠકો પર એક જ તબક્કમાં મતદાન થશે. જ્યારે પરિણામ 18 ડિસેમ્બરે આવશે.

છેલ્લી ઘડી સુધી ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યુ. અને હવે ઉમેદવારો ડોર-ટુ ડોર પ્રચારમાં લાગીને મતદારોને આકર્ષી રહ્યા છે. પ્રચારના અંતિમ દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સભાઓને ગજવી હતી. અગાઉ વડાપ્રધાન મોદીથી માંડીને સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકોએ ચૂંટણી સભાઓ ગજવી હતી. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં આ વખતે ભાજપે 197 અને કોંગ્રેસે 110 રેલી કરી છે.