સાધ્વી રેપ કેસમાં આરોપી ગુરમીત રામ રહીમને પંચકુલા કોર્ટ દ્વારા ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ પંચકુલામાં ફાટી નીકળી હતી. હિંસા ફેલાવવામાં આરોપી પવન ઇંસાએ પોલીસની પૂછપરછમાં ખુલાસો કર્યો છે.
પોલીસની પૂછપરછમાં પવન ઇંસાએ જણાવ્યું, “પંચકુલામાં હિંસક પ્રદર્શન કરવા માટે ૨૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ડેરામાં થયેલી મિટિંગમાં તે પણ સામેલ હતો અને તેની ડ્યુટી હનીપ્રીતે લગાવી હતી”.
પવન ઇંસાએ વધુમાં જણાવ્યું, ચમકૌરે તેણે ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા તેથી તે પંચકુલામાં હિંસા કરી શકે. પવને આ કેશમાં ફરાર થયેલા આરોપી આદિત્ય ઇંસાન લખનઉમાં છુપાઈને બેઠો છે તેવો પણ ખુલાસો કર્યો હતો.
