Not Set/ 31 માર્ચ સુધી આધાર કાર્ડ લીંક થઇ શકશે,સુપ્રિમ કોર્ટ વધારી સમયમર્યાદા

દિલ્હી, આધાર કાર્ડને લઇને સુપ્રિમ કોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. આધાર કાર્ડને લીંક કરવા માટેની સમય મર્યાદા સુપ્રિમ કોર્ટે વધારીને 31 માર્ચ કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને આપ્યો હતો. આધાર કાર્ડને એકાઉન્ટ નંબરથી લઇને મોબાઇલ નંબર સુધી લીંક કરવા માટેની ડેડલાઇન 31 ડિસેમ્બર અને 6 ફેબ્રુઆરી સુધીની હતી. જો કે હવે, આ મર્યાદા 31 માર્ચ 2018 […]

Top Stories

દિલ્હી,

આધાર કાર્ડને લઇને સુપ્રિમ કોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. આધાર કાર્ડને લીંક કરવા માટેની સમય મર્યાદા સુપ્રિમ કોર્ટે વધારીને 31 માર્ચ કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને આપ્યો હતો. આધાર કાર્ડને એકાઉન્ટ નંબરથી લઇને મોબાઇલ નંબર સુધી લીંક કરવા માટેની ડેડલાઇન 31 ડિસેમ્બર અને 6 ફેબ્રુઆરી સુધીની હતી. જો કે હવે, આ મર્યાદા 31 માર્ચ 2018 સુધી કરવામાં આવી છે.

મોબાઇલ સેવાઓને આધાર કાર્ડ સાથે જોડવાની ડેડલાઇન 6 ફેબ્રુઆરી 2018 હતી. જે વધારીને 31 માર્ચ સુધીની કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ સુપ્રિમ કોર્ટમાં મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડ જોડવાની ડેડલાઇન 31 માર્ચ 2018 સુધી કરવાની તૈયારી બતાવી હતી.

કેન્દ્ર સરકારે બીજી સેવાઓને આધાર કાર્ડ સાથે જોડવાની ડેડલાઇન પણ 31 માર્ચ સુધી વધારી છે. આધાર કાર્ડને લીંક કરવા માટેની ડેડલાઇન વધારવા માટે કેન્દ્ર સરકારના એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કોર્ટ સમક્ષ તૈયારી બતાવી હતી.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વમાં 5 જજોની બેન્ચે આધાર કાર્ડને લીંક કરવા અંગે કરવામાં આવેલી પીટીશનની સુનવણી હાથ ધરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, આધાર કાર્ડ વગર પણ બેંકમાં ખાતું ખોલાવી શકાશે, આવા સંજોગોમાં અરજીકર્તાએ આધાર કાર્ડ માટે અરજી કરી છે તેના પુરાવા બેંકને આપવા પડશે.

પાન કાર્ડને આધાર કાર્ડ જોડવા માટે કે પછી બેંક એકાઉન્ટને આધાર સાથે જોડવા માટેની ડેડલાઇન 31 માર્ચ સુધી કરવા અંગનું નોટિફિકેશન કેન્દ્ર સરકારે બહાર પાડ્યું હતું.જો કે મોબાઇલને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટે સમયમર્યાદા વધારવા અંગેનું નોટિફીકેશન હજુ સરકારે બહાર પાડ્યું નથી.