Not Set/ પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષે આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી, ૧૫ મી ઓગષ્ટ બાદ હવે પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષ રાજકારણમાંથી પણ આઝાદ થઇ શકે છે. આશુતોષે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્વીટ દ્વારા પોતાના રાજીનામાં અંગેની માહિતી આપી છે. તેઓએ પોતાના રાજીનામાં પાછળ કોઈ અંગત કારણ જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશુતોષ આપના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેટલાક […]

India Trending
Ashutosh પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષે આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી,

૧૫ મી ઓગષ્ટ બાદ હવે પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષ રાજકારણમાંથી પણ આઝાદ થઇ શકે છે. આશુતોષે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્વીટ દ્વારા પોતાના રાજીનામાં અંગેની માહિતી આપી છે. તેઓએ પોતાના રાજીનામાં પાછળ કોઈ અંગત કારણ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આશુતોષ આપના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેટલાક મહિના પહેલા જ પોતાનું રાજીનામું આપ્યું હતું, પરંતુ અત્યારસુધીમાં તે મંજુર કરવામાં આવ્યું નથી.

તેઓએ પોતાના રાજીનામાં અંગે ટ્વીટ કરતા જણાવ્યું, “આમ આદમી પાર્ટી સાથે રહેલો સંબંધ સુંદર અને ક્રાંતિકારી રહ્યો, જેનો અંત આવ્યો છે. હું પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું અને PACને રાજીનામું સ્વીકારવા માટે આગ્રહ કરું છું. આ રાજીનામું અંગત કારણોસર આપી રહ્યો છું”.

આશુતોષના નજીકના આપના એક વારિષ્ટ નેતાએ જણાવ્યું, “ભ્રષ્ટાચાર વિરુધ બનેલી પાર્ટીમાં તેઓ જે ઈરાદાથી આવ્યા હતા, જેનાથી તેઓ ભ્રમિત થઇ રહ્યા છે.

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં આશુતોષ પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ આપ જોઈન્ટ કરી હતી. તેઓ આમ આદમી પાર્ટીના ફાઉન્ડર સભ્યોમાંથી એક હતા.

ક્યારે મતભેદો આવ્યા સામે ?

આ પહેલા તેઓ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં દિલ્હીની ચાંદની ચોકથી ચુંટણી લડી હતી, પરંતુ આ ચુંટણીમાં ભાજપના ડો. હર્ષવર્ધન સામે ૧ લાખ વોથી હારી ગયા હતા.

આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે આશુતોષના મતભેદો ગત વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચુંટણીમાં સામે આવ્યા હતા, જયારે કેજરીવાલે સુશીલ ગુપ્તા જેવા ઉદ્યોગપતિને ટિકિટ આપી હતી.