Not Set/ સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટનને લઈ ટ્રોલ થઇ આમ આદમી પાર્ટી, જાણો શું છે સત્ય ?

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં નિર્માણ કરવામાં આવેલો સિગ્નેચર બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે રવિવારે આ  બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા આ બ્રીજને લઈ ભૂલ કરી છે તેને લઈ તે ટ્રોલ થઇ ગઈ છે. હકીકતમાં, AAP દ્વારા પોતાના આ કામ અંગે વખાણ કરતા આ સિગ્નેચર બ્રિજની […]

Top Stories India Trending
DrF8EjcWwAEUk3M સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટનને લઈ ટ્રોલ થઇ આમ આદમી પાર્ટી, જાણો શું છે સત્ય ?

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં નિર્માણ કરવામાં આવેલો સિગ્નેચર બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે રવિવારે આ  બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા આ બ્રીજને લઈ ભૂલ કરી છે તેને લઈ તે ટ્રોલ થઇ ગઈ છે.

હકીકતમાં, AAP દ્વારા પોતાના આ કામ અંગે વખાણ કરતા આ સિગ્નેચર બ્રિજની ઘણી તસ્વીરો ટ્વિટર પર ટ્વિટ કરી હતી. જો કે આ ટ્વિટ કરવામાં આવેલી આ તસ્વીરોમાં એક તસ્વીર નેધરલેંડના એક બ્રિજની છે.

આમ આદમી પાર્ટીની આ ભૂલને ભાજપ દ્વારા પકડી પાડવામાં આવી હતી અને ત્યારબાદ AAP પર હુમલો બોલવામાં આવ્યો હતો.

દિલ્હી ભાજપના પ્રવક્તા તેજીન્દર પાલ સિંહ બગ્ગાએ જણાવ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલ સાહેબ વિકાસ કર્યો હોત તો નેધરલેંડના ઈરાસ્માસ બ્રીજની તસ્વીર ચોરવાની જરૂરત કેમ પડી. આ રહી લીંક  (youtu.be/_IzD8ktVq18 ), જ્યાંથી આપને તસ્વીર ચોરી કરી છે”.

તેઓએ વધુમાં કહ્યું, આમ આદમી પાર્ટી દ્વારા આજે દરેક પ્રમુખ અખબારોના પુરા પેજ પર વિજ્ઞાપન આપવામાં આવ્યું છે અને ત્યાં પણ જે સિગ્નેચર બ્રિજની તસ્વીર આપવામાં આવી છે તે પણ અલગ છે”.