Not Set/ પાઈલોટની ભૂલથી દિલ્હી એરપોર્ટ પર વિમાન ‘હાઇજેક’ થયું !

દિલ્હી, શનિવારે દિલ્હી એરપોર્ટ પર એક પાઈલોટની ભૂલના કારણે સુરક્ષાકર્મીઓની ભારે દોડધામ થઈ ગઈ હતી.અરિયાના અફઘાન ફ્લાઈટ એફ ગ 312 કંધાર જવા રવાના થઈ રહી હતી ત્યારે પાઇલોટે ભૂલથી ‘હાઇજેક’ નું બટન દબાવી દીધું હતું. વિમાન ઉડાન ભરે તે પહેલા પાઇલોટે આ ભૂલ કરી દીધી. પાઈલોટે હાઇજેકનું બટન દબાવી દીધા પછી દિલ્હીના એરપોર્ટ પર અનેક […]

Top Stories India Trending
ariana 1200 પાઈલોટની ભૂલથી દિલ્હી એરપોર્ટ પર વિમાન 'હાઇજેક' થયું !

દિલ્હી,

શનિવારે દિલ્હી એરપોર્ટ પર એક પાઈલોટની ભૂલના કારણે સુરક્ષાકર્મીઓની ભારે દોડધામ થઈ ગઈ હતી.અરિયાના અફઘાન ફ્લાઈટ એફ ગ 312 કંધાર જવા રવાના થઈ રહી હતી ત્યારે પાઇલોટે ભૂલથી ‘હાઇજેક’ નું બટન દબાવી દીધું હતું. વિમાન ઉડાન ભરે તે પહેલા પાઇલોટે આ ભૂલ કરી દીધી.

પાઈલોટે હાઇજેકનું બટન દબાવી દીધા પછી દિલ્હીના એરપોર્ટ પર અનેક સુરક્ષાકર્મીઓ ધસી ગયા હતા અને વિમાનને ઘેરી લીધું હતું.જો કે સઘન તપાસ બાદ પાયલોટની ભૂલ સામે આવતા રાહતનો ડેમ લેવાયો હતો.

વિમાને 124 યાત્રીઓ અને 9 ક્રૂ મેમ્બર સાથે દિલ્હીથી કંધારની ઉડાન ભરવા માટે 3.30 વાગે ટેકઓફ કર્યું હતુ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ બાદ એરિયાના અફઘાન એરલાઈન્સની આ ફ્લાઈટને રવાના કરવામા આવી. આમા લગભગ બે કલાક લેટ થઈ ગઈ. જોકે, આ વિશે કોઈ તાત્કાલિત સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર હાઈજેકનું બટન દબાઈ જવાના કારણે એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) અને આતંકવાદ વિરોધી ફોર્સ સહિતની અન્ય એજન્સીઓને એલર્ટ પર થઈ ગઈ હતી.

એનએસજી કમાન્ડો અને અન્ય એજન્સીઓના અધિકારીઓએ પરિસ્થિતિ પર ઝડપી એક્શન લઈનેે વિમાનને ચારેય તરફથી ઘેરી લીધુ હતું. આનાથી મુસાફરો વચ્ચે ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો.

લગભગ બે કલાકની તપાસ બાદ વિમાનને ઉડાન ભરવાની પરવાનગી આપવામા આવી.