Not Set/ છોટે ઓવૈસીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, “”ચા વાળા, અમને છેડશો નહિ, બાકી…

હૈદરાબાદ, ૭ ડિસેમ્બરના રોજ તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા કરાઈ રહેલો પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે એકબીજા પર આરોપ – પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. એક બાજુ જ્યાં AIMIMના પ્રમુખ ઓવૈસી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે વાંકયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે મેદાનમાં ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ હવે પીએમ મોદી […]

Top Stories India Trending
akbar owaisi PMModi છોટે ઓવૈસીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, ""ચા વાળા, અમને છેડશો નહિ, બાકી...

હૈદરાબાદ,

૭ ડિસેમ્બરના રોજ તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા કરાઈ રહેલો પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે એકબીજા પર આરોપ – પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

એક બાજુ જ્યાં AIMIMના પ્રમુખ ઓવૈસી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે વાંકયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે મેદાનમાં ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ હવે પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.

hqdefault છોટે ઓવૈસીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, ""ચા વાળા, અમને છેડશો નહિ, બાકી...
national-akbaruddin-owaisi-pm narendra-modi-speech-telangana-elections

“છોટે ઓવૈસી”એ પીએમ મોદી પર હુમલો બોલતા કહ્યું હતું કે, “ચા વાળા, અમને છેડશો નહિ. ચા ચા બૂમો પાડો છો, યાદ રાખો એટલું બોલીશ – એટલું મારીશ કે કાનમાંથી લોહી નીકળવાનું શરુ થઇ જશે”.

CM યોગી પર પણ કર્યો અટેક

અકબરુદ્દીન ઓવૈસીએ યુપીના મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “આજે એક વધુ આવ્યા હતા, તે કેવા-કેવા કપડા પહેરે છે, જોકર જેવા લાગે છે. નસીબથી મુખ્યમંત્રી બની ગયા, કહી રહ્યા છે નિઝામની જેમ જ ઓવૈસીબને ભગાવીશ. અરે તું શું, તારી શું હેસિયત. તારા જેવા તો ૫૬ આવ્યા અને ચાલ્યા ગયા”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “અરે ઓવૈસીને છોડ, તેઓની આવનારા ૧૦૦૦ પણ આ જ દેશમાં રહેશે અને તારી સાથે લડશે. તારી સાથે જ મુકાબલો કરશે”.

ભાજપ સત્તામાં આવી તો ઓવૈસીને હૈદરાબાદ છોડીને ભાગવું પડશે

CM YOGI.jpg?zoom=0 છોટે ઓવૈસીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, ""ચા વાળા, અમને છેડશો નહિ, બાકી...
national-akbaruddin-owaisi-pm narendra-modi-speech-telangana-elections

તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતા BJPના ફાયરબ્રાંડ નેતાઓમાંના એક યોગીએ કહ્યું હતું કે, “રાજ્યમાં ભાજપની સરકાર આવે છે તો હું તમને આશ્વાસન આપું છું કે AIMIMના પ્રમુખને એ રીતે જ હૈદરાબાદ છોડીને ભાગવું પડશે જે રીતે નિઝામો છોડીને ચાલ્યા ગયા હતા”.