Not Set/ આંધ્રપ્રદેશમાં અમિત શાહના કાફલા પર થયો હુમલો, કાળા ઝંડા દેખાડ્યા બાદ લાગ્યા “ગો બેક”ના નારા

તિરુપતિ, ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા પર હુમલાની ઘટના બની છે. આ ઘટના એ સમયે બની હતી કે, જ્યારે અમિત શાહ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થયાના એક દિવસ પછી તિરુમાલા મંદિરમાં પૂજા અને દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તિરુમાલા મંદિરમાંથી દર્શન કરીને પરત આવતા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની સામે પ્રદર્શન […]

India
safsafaf આંધ્રપ્રદેશમાં અમિત શાહના કાફલા પર થયો હુમલો, કાળા ઝંડા દેખાડ્યા બાદ લાગ્યા "ગો બેક"ના નારા

તિરુપતિ,

ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા પર હુમલાની ઘટના બની છે. આ ઘટના એ સમયે બની હતી કે, જ્યારે અમિત શાહ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થયાના એક દિવસ પછી તિરુમાલા મંદિરમાં પૂજા અને દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

તિરુમાલા મંદિરમાંથી દર્શન કરીને પરત આવતા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની સામે પ્રદર્શન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન અચાનક તેમની વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી હતી તેમજ કાળા ઝંડા પણ દેખાડવામાં આવ્યા હતા.

લાગ્યા “અમિત શાહ ગો બેક”ના નારા

જયારે એક ખબર એવી પણ આવી છે કે, ભાજપના અધ્યક્ષના કાફલાને નિશાન બનાવીને પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા. આ દરમિયાન ‘અમિત શાહ ગો બેક’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

TDP દ્વારા કરવામાં આવ્યો હુમલો

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સતત જોર પકડી રહ્યો છે. પ્રદેશમાં સત્તા સંભાળી રહેલી તેલગુદેશમ પાર્ટી સતત આ મુદ્દાને ઉઠાવી રહી છે. ટીડીપીએ આ મુદ્દાને લઈને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનમાંથી પોતાને અલગ પણ કરી દીધું છે. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહના કાફલા પર આંધ્રપ્રદેશમાં હુમલો થયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો ટીડીપીના સમર્થકોએ કર્યો છે. વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઈ પ્રદર્શન કરી રહેલા સમર્થકોએ અમિત શાહના કાફલા ઉપર હુમલો કર્યો હતો.

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર અભિયાન ગુરુવારે પૂર્ણ થઇ ગયું છે. આ પછી અમિત શાહ કર્ણાટકમાં જીતના આશીર્વાદ લેવા માટે તિરુમાલા મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અલીપીરી ગુરુણા સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા દેખાડ્યા હતા. સાથો સાથ અમિત શાહના કાફલા પર પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા. એટલું જ નહિ, ‘અમિત શાહ ગો બેક’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. કહેવાય રહ્યું છે કે આ ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે.