Not Set/ ક્રાઈમ બ્રાંચ સમક્ષ અરબાજ ખાને કબૂલી સટ્ટાબાજીની વાત, કહ્યું, IPLની ૧૧મી સિઝનમાં પણ કરી હતી સટ્ટાબાજી

મુંબઈ, તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની સટ્ટાબાજીમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાનને થાણે પોલીસ દ્વારા સમન્સ જાહેર કરાયું હતું. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચમાં દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન અરબાજ ખાને સટ્ટાબાજીમાં શામેલ હોવાનું કબુલ્યું છે. ફિલ્મ નિર્દેશક અરબાજ ખાને ક્રાઈમ બ્રાંચ સમક્ષ કબુલ્યું છે […]

Top Stories India Trending
Arbaaz khan IPL betting ક્રાઈમ બ્રાંચ સમક્ષ અરબાજ ખાને કબૂલી સટ્ટાબાજીની વાત, કહ્યું, IPLની ૧૧મી સિઝનમાં પણ કરી હતી સટ્ટાબાજી

મુંબઈ,

તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની સટ્ટાબાજીમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાનને થાણે પોલીસ દ્વારા સમન્સ જાહેર કરાયું હતું. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચમાં દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન અરબાજ ખાને સટ્ટાબાજીમાં શામેલ હોવાનું કબુલ્યું છે.

ફિલ્મ નિર્દેશક અરબાજ ખાને ક્રાઈમ બ્રાંચ સમક્ષ કબુલ્યું છે કે, “તેઓના સટ્ટાબાજી રિંગના લીડર સોનૂ જાલાન સાથે સંબંધ છે અને બંને એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી જાણે છે. સાથે સાથે સલમાન ખાનના ભાઈએ સોનૂ સાથે સટ્ટાબાજીની વાતનો પણ સ્વીકાર કર્યો છે.

અરબાજ ખાને જણાવ્યું, “IPL સટ્ટાબાજીમાં તે ૨.૮ કરોડ રૂપિયા હારી ગયો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અરબાજ ખાને IPL સટ્ટાબાજીની વાત કબૂલી છે. કુખ્યાત સટ્ટાબાજ સોનૂ જાલાન સામે બેસાડીને કરવામાં આવેલી આ પૂછતાછમાં તેઓએ કબૂલ કર્યું છે કે, તેઓએ IPLની ૧૧મી સિઝનમાં પણ સટ્ટાબાજી કરી હતી.

મહત્વનું છે કે, થાણે પોલીસ દ્વારા શુક્રવારે જ એક આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના મામલે બોલીવુડ અભિનેતા સામે સમન્સ જાહેર કર્યું હતું અને પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું હતું. ત્યારે શનિવારે અરબાજ ખાન પોતાના ભાઈ સલમાન ખાનના બોડીગાર્ડ શેરા સાથે અંદાજે ૧૧ વાગ્યે પોલીસ સમક્ષ રજૂ થયા હતા.

મહત્વનું છે કે, ૧૫ મેના રોજ પોલીસ દ્વારા ડોંબિવલીમાં એક સટ્ટાબાજીના રેકેટનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો અને આ મામલે ૪૨ વર્ષના સોનુ જાલાન નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. સોનુ જાલાન આ સટ્ટાબાજી રિંગનો લીડર હતો. ત્યારે હવે પોલીસને શંકા છે કે, અરબાજ ખાન આ સટ્ટાબાજીના રેકેટ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં હતો.

આ પહેલા પણ જાલાનની IPLની મેચમાં સટ્ટાબાજી માટે મુંબઈ પોલીસ દ્વારા ૨૦૧૨માં ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન કરાયેલી પૂછતાછમાં સોનુ જાલાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના આધિકારીઓને કહ્યું હતું કે, તેઓએ મેચ ફિક્સ કરવા માટે શ્રીલંકાના ટોચના ખેલાડીને ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા.

વધુ જાણો :  બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈને પોલીસનું તેડું : IPL ફિક્સિંગમાં આવ્યું નામ