Not Set/ VIDEO : એશિયા કપ: પાક. સામેની જીત બાદ “વંદે માતરમ્”ના નાદ સાથે ગૂંજ્યું દુબઈનું સ્ટેડિયમ

દુબઈ, UAEમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર ૪ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર હારનો સ્વાદ ચખાડ્યો છે. ભારતે આ સાથે જ ફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કરી લીધું છે. હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય છે ત્યારે દુનિયાભરના સમર્થકોની સાથે આ બંને દેશોના ક્રિકેટ ફ્રેન્ડસનો જશ્ન ડબલ થઇ જતો […]

Trending Sports Videos
vande matarm VIDEO : એશિયા કપ: પાક. સામેની જીત બાદ "વંદે માતરમ્"ના નાદ સાથે ગૂંજ્યું દુબઈનું સ્ટેડિયમ

દુબઈ,

UAEમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર ૪ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર હારનો સ્વાદ ચખાડ્યો છે. ભારતે આ સાથે જ ફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કરી લીધું છે.

હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય છે ત્યારે દુનિયાભરના સમર્થકોની સાથે આ બંને દેશોના ક્રિકેટ ફ્રેન્ડસનો જશ્ન ડબલ થઇ જતો હોય છે. આ જ પ્રકારે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા હાઈવોલ્ટેજ મુકાબલામાં પણ કઈક જ આ જ પ્રકારનો સેલેબ્રેશન જોવા મળ્યું હતું.

દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપની મેચમાં જયારે ભારતીય ટીમે પાકિસ્તાનને પરાજયનો સ્વાદ ચખાડ્યો ત્યારે આ ભારતીય સમર્થકોએ સ્ટેડિયમમાં “વંદે માતરમ્” ગીત ગાયું હતું અને સમગ્ર સ્ટેડિયમમાં “વંદે માતરમ્”નો નાદ ગુજ્યો હતો.

જો કે ત્યારબાદ ભારતીય સમર્થકો દ્વારા સ્ટેડિયમમાં ગાવામાં આવેલું “વંદે માતરમ્” ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, ભારતીય ટીમના શાનદાર વિજય બાદ સમર્થકો તિરંગો લહેરાવી રહ્યા છે અને વંદે માતરમ્ ગાઈ રહ્યા છે.